લોકસભા ચૂંટણી ખતમ થયા પછી રવિવારે આવેલા એક્ઝિટ પોલ્સને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બકવાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે મને એક્ઝિટ પોલ્સની ગોસિપ પર બિલકુલ ભરોસો નથી. આ ફક્ત ઇવીએમમાં ગરબડ કે પછી તેમને બદલવાનો એક ગેમપ્લાન છે. તમામ વિપક્ષીય દળોને અપીલ કરું છું કે બધા એક થઈને લડો. ઉલ્લેખનીય છે કે 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.
મમતાએ સવાલ ઉઠાવ્યો, “શું દિલ્હીનું મીડિયા વિશ્વસનીયતા ગુમાવી બેઠું છે? તથાકથિત એક્ઝિટ પોલ્સ ફક્ત ભ્રમિત કરશે. અમે જનતાના નિર્ણયની રાહ જોઈશું. મોદીજીએ 7મા તબક્કાના મતદાન પહેલા 300+ સીટ્સનો દાવો કર્યો હતો. શું પોલ સર્વે ના તમામ આંકડાઓ તેને મેચ થાય છે? ઇવીએમમાં ગરબડ?”
ઉમર અબ્દુલ્લાએ કર્યો વ્યંગ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ વ્યંગ કર્યો- કોઈપણ એક્ઝિટ પોલ ખોટો ન હોઈ શકે. હવે ટીવી બંધ કરવાનો અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સમય છે. 23 મેના પરિણામો દુનિયા જોશે.