દિલ્હીની જામા મસ્જિદમાં બે વિદેશી યુવતીઓના ડાન્સનો વીડિયો વાઈરલ થતા ટૂરિસ્ટોના લગાવાયો પ્રતિબંધ
નવી દિલ્હી: તાજેતરમાં ટિકટોક પર બનાવવામાં આવેલો એક વીડિયો ઘણો વાઈરલ થયો છે. આ વીડોયમાં બે વિદેશી યુવતીઓ જામા મસ્જિદની અંદર ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોના વાઈરલ થયા બાદ ઘણો વિવાદ પણ શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને સોશયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. ગુરુવારે આ વીડિયોના સામે આવ્યા હતા ટૂરિસ્ટોની જામા મસ્જિદના અંદરના હૉલમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. અહીં માત્ર નમાજ પઢવા માટે જ જઈ શકાશે.
કહેવામાં આવે છે કે વીડિયોના સામે આવ્યા બાદ જામા મસ્જિદ કમિટી તરફથી આ બોર્ડ લગાવવામાં આવ્યું છે. જો કે શાહી ઈમામે એ વાતને ખોટી ગણાવી છે કે અંદર આવવા માટે કોઈપણ પ્રકારની રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જામા મસ્જિદના મેઈન હોલમાં જવા માટે સાત ગેટ છે અને તેમાના છને ટૂરિસ્ટો માટે બંધ કરવામાં આવ્યા છે. એક મોટા ગેટને ટૂરિસ્ટો માટે રાખવામાં આવ્યો છે. જેથી તેની સેફ્ટી સુનિશ્ચિત કરી શકાય.
કહેવામાં આવે છે કે વીડિયોના સામે આવ્યા બાદ જામા મસ્જિદની કમિટી તરફથી આ બોર્ડને લગાવવામાં આવ્યું છે. જો કે શાહી ઈમામે આ વાતને ખોટી ગણાવી છે કે અંદર આવવા માટે કોઈપણ પ્રકારની રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જામા મસ્જિદના મેઈન હોલમાં જવા માટે સાત ગેટ છે અને તેમાથી છને ટૂરિસ્ટો માટે બંધ કરવામાં આવ્યા છે. એક મોટા ગેટને ટૂરિસ્ટો માટે રાખવામાં આવ્યો છે, જેથી તેની સેફ્ટી સુનિશ્ચિત થઈ શકે.
હાલ આ તસવીરના આવ્યા બાદ સોશયલ મીડિયા પર બે પ્રકારની કોમેન્ટો આવી રહી છે. એક તરફ લોકો એમ કહી રહ્યા છે કે વિદેશી યુવતીઓને એ વાતની જાણકારી નહીં હોય કે અહીં આમ કરી શકાય નહીં. માટે તેમણે ટિકટોક માટે આ વીડિયો બનાવ્યો, તેમને આમ કરવાથી રોકવાની જવાબદારી મસ્જિદના પ્રબંધનન હતી. જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને હવે ટૂરિસ્ટોની એન્ટ્રીને બંધ કરાઈ રહી છે.
બીજી તરફ લોકો આને યોગ્ય પણ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈબાદતગાહમાં આવા પ્રકારની હરકત બિલકુલ સહન કરી શકાય નહીં. માટે આવા પ્રકારનો પ્રતિબંધ લગાવવો યોગ્ય છે.