હિંદુ સંગઠનો સાથે જોડાયેલા 6 નિર્દોષ હિંદુની દશેરાએ થયેલી હત્યાઓ દુર્ભાગ્યપૂર્ણ, હિંદુ ક્યાં સુધી રહેશે અસુરક્ષિત?
- 6 હિંદુઓની હત્યા પર મેઈનસ્ટ્રીમ મીડિયા અને કથિત સેક્યુલર પાર્ટીઓ ચુપ કેમ?
- 6માંથી પાંચ હિંદુઓની હત્યા એકલા પશ્ચિમ બંગાળમાં થઈ અને મમતા બેનર્જી મૌન!
- મોતને ઘાટ ઉતારાયેલા 6એ હિંદુઓ હતા હિંદુ સંગઠનો સાથે સંબંધિત, છતાં થઈ હત્યા
આખા દેશમાં દશેરાના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આપણે શક્તિની પૂજા કરી હતી અને મિઠાઈઓ ખાધી હતી. પરંતુ એક વણજન્મેલા ગર્ભસ્થ શિશુ સહીત કુલ છ નિર્દોષ હિંદુઓની કટ્ટરપંથી મુસ્લિમ તત્વો દ્વારા હત્યા કરવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. આમાં એક મહિલા અને એક છ વર્ષના બાળકની પણ નિર્મમતાપૂર્ણ હત્યા કરવામાં આવી હતી.
દશેરાએ છ હિંદુઓની હત્યાની ઘટના-
- પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 35 વર્ષીય બંધુપ્રકાશ પાલની હત્યા કરવામાં આવી હતી. તે પ્રાથમિક શાળામાં શિક્ષક અને આરએસએસના કાર્યકર્તા હતા.
- પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જ બંધુપ્રકાશ પાલના ગર્ભવતી પત્નીની પણ હત્યા કરાઈ હતી.
- પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બંધુપ્રકાશ પાલના છ વર્ષના પુત્ર અનંગની પણ કરપીણ હત્યા કરવામાં આવી હતી.
- હત્યારાઓએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં
ગર્ભવતી મહિલાની હત્યા કરીને તેમના ગર્ભમાં ઉછરી રહેલા ગર્ભસ્થ શિશુની પણ હત્યા
કરી હતી.
- મધ્યપ્રદેશના મંદસૌરમાં વીએચપીના સ્થાનિક પદાધિકારી યુવરાજસિંહ ચૌહાનની હત્યા કરવામાં આવી હતી.
- પશ્ચિમ બંગાળના શાંતિપુરમાં સ્થાનિક મંદિરના પૂજારી અને આરએસએસના કાર્યકર્તા સુપ્રિયો બેનર્જીની પણ હત્યા કરવામાં આવી હતી.
બંધુપ્રકાશ પાલ અને તેમના પરિવાર, યુવરાજસિંહ ચૌહાન અને સુપ્રિયો બેનર્જીની હત્યામાં ઘણી વાતો દુર્ભાગ્યે નોંધવી પડે તેવી છે.
પહેલી વાત, આ છ હિંદુઓને શક્ય ખરાબ ઢબે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં પહેલા ત્રણની ગળું કાપીને હત્યા કરાઈ હતી. જ્યારે છેલ્લા મૃત વ્યક્તિની લાશ તળાવમાંથી મળી હતી.
બીજી વાત, આ હત્યાઓ હિંદુઓના પવિત્ર તહેવાર દશેરાના દિવસે નિર્મમતાપૂર્વક કરવામાં આવી હતી.
ત્રીજી વાત, મુખ્યપ્રવાહના ગણાતા મીડિયામાં આ તમામ હત્યાઓ પર ભેદી મૌન દાખવવામાં આવ્યું હતું.
ચોથી વાત, કથિત મોબ લિંચિંગમાં મારપીટના મામલાને ઉછાળનાર કથિત મુખ્યપ્રવાહનું મીડિયા હિંદુઓની હત્યાઓની ઘટનાને ચુપચાપ જોઈ રહ્યું છે.
પાંચમી વાત, આ છ હત્યામાંથી ગર્ભસ્થ શિશુ સહીતના પાંચની હત્યા પશ્ચિમ બંગાળમાં થઈ છે અને રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ લઘુમતી તુષ્ટિકરણમાંથી હજી સુધી કંઈપણ કહેવાની ફૂરસદ મળી નથી.
આરએસએસ એક્ટિવિસ્ટ બંધુપ્રકાશ પાલના આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું અને મુખ્યપ્રવાહના મીડિયા તથા સેક્યુલર પોલિટિકલ પાર્ટી કે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા મામલાને વખોડવામાં પણ આવ્યો નથી.
શું સેક્યુલારિઝમનો અર્થ એ છે કે હિંદુઓની પવિત્ર દિવસે થયેલી હત્યાઓ સામે આંખ આડા કાન કરવા? શું ભારતમાં હિંદુ હોવું કોઈ ગુનો છે? લઘુમતી સમુદાયની વસ્તી 10 ટકા કે તેનાથી વધારે થાય, એટલે હિંદુ મહિલાઓના કિડનેપિંગની ઘટનાઓ ઉછાળો આવે અને મંદિરોને અપમાનિત કરવામાં આવે તે સેક્યુલર ભારતનો પરિવેશ રહેશે? ગત 1200 વર્ષથી જે સંઘર્ષ હિંદુ કરતો આવ્યો છે, તે સંઘર્ષ આજે પણ ભારતના ઘણાં હિસ્સાઓમાં ચાલુ છે.
ભારતના હિંદુઓની વિરાટ શક્તિ ધરાવતા રાજકીય, સામાજીક અને સાંસ્કૃતિક સંગઠનો હવે ભારતમાં હિંદુ ક્યાંય બિચારો બને નહીં અને આવી રીતે મોતને ઘાટ તેને ઉતારવામાં આવે નહીં તેની તકેદારી પણ રાખે અને તેવી વ્યવસ્થા પણ ઉભી કરે. છેલ્લા 1200 વર્ષમાં હિંદુઓના પ્રભાવક્ષેત્ર અને રાષ્ટ્રને ઘટાડવાની કોશિશો થઈ રહી છે. આઝાદ ભારતમાં પણ જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, કેરળ જેવા રાજ્યોમાં લઘુમતી બહુમતીવાળા વિસ્તારોમાં આમ ચાલી રહ્યું છે. આ સિવાય પણ અન્ય રાજ્યોમાં લઘુમતી સમુદાયની વસ્તી ધરાવતા પોકેટ્સમાં આવી ઘટનાઓ છાશવારે થતી રહે છે. ભારતમાં ભારતના નાગરીક તરીકે હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતે પણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જરૂર છે.