થાણેના ઉલ્હાસ નગરમાં 5માળની બિલ્ડિંગ માત્ર 3 સેકેન્ડમાં જમીન દોસ્ત

મહારાષ્ટ્રના થાણેના ઉલ્હાસ નગરમાં 13 ઓગસ્ટના રોજ એક 5 માળની ઈમારત માત્ર 3 સેકેન્ડમાં ધડાધડ પડી ગઈ હતી,આ બિલ્ડિંગ ઉલ્હાસનગરના કેમ્પ નંબર 3ના લિંક રોડ વિસ્તારમાં આવેલી છે,આ બિલ્ડિંગનું નામ મહેક છે.

થાણેમાં ઉલ્હાસનગરના ટાઉનશીપમાં 13 ઓગસ્ટના રોજ પડી ગઈ હતી,જેના સીસીટીવી ફૂટેજના વિડીયો સામે આવ્યા છે,એક દિવસ પહેલા એટલે કે 12 ઓગસ્ટના રોજ  બિલ્ડિંગમાં તિરારો પડી હતી, ત્યારે સમય સુચકતાથી 12 ઓગસ્ટના રોજ તેને ખાલી કરાવવામાં આવી હતી,જેના કારણે માટી દુર્ઘટના ટળી છે, આ બિલ્ડિંગમાં કુલ 27 ફ્લેટ હતા,ભરવસ્તી વાળા આ વિસ્તારમાં આ બિલ્ડિંગને ભયજનક સાબિત કરી હતી, આ પડી ગયેલી  ઇમારતમાં આજુબાજુના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, જેમા હવામાં પડતા પાંદડાની જેમ બિલ્ડિંગ પડતી જોય શકાય છે

RELATED ARTICLES

Most Popular