1. Home
  2. revoinews
  3. IMA POP 2019: ભારતીય સેનામાં સામેલ થયા 382 જાંબાજ અધિકારીઓ, મિત્ર દેશોના 77 કેડેટ પણ પાસ આઉટ
IMA POP 2019: ભારતીય સેનામાં સામેલ થયા 382 જાંબાજ અધિકારીઓ, મિત્ર દેશોના 77 કેડેટ પણ પાસ આઉટ

IMA POP 2019: ભારતીય સેનામાં સામેલ થયા 382 જાંબાજ અધિકારીઓ, મિત્ર દેશોના 77 કેડેટ પણ પાસ આઉટ

0
Social Share

ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીમાંથી પાસઆઉટ થઈને 459 કેડેટ્સ આજે સૈન્ય અધિકારીઓ બની ગયા છે. કદમ-કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા.. યે જિંદગી હૈ કૌમ કી, તૂ કૌમ પર લુંટાયે જા. આ ગીત પર ચેટવુડ બિલ્ડિંગની સામે ડ્રિલ સ્ક્વેર પર કદમતાલ કરતા જેન્ટલમેન કેડેટ્સ અંતિમ પગ પાર કરીને સૈન્ય અધિકારી બની ગયા હતા. તે વખતે આ કેડેટ્સ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

આજે 383 જાંબાજ અધિકારી ભારતીય સેનાનો હિસ્સો બની ગયા છે. જ્યારે મિત્ર દેશોના 77 કેડેટ્સ પાસઆઉટ થયા છે. પાસઆઉટ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ-પશ્ચિમ કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ચેરિશ મેથસને હાજર રહ્યા હતા. તેમણે પરેડની સલામી લીધી હતી. તેના પહેલા ડ્રિલ સ્ક્વેર ખાતે કેડેટ આઈએમએનો ધ્વજ  લઈને ઐતિહાસિક ચેટવુડ ભવનની સામે પહોંચ્યા હતા.

સવારે છ વાગ્યે અને 40 મિનિટે માર્કર્સ કોલ સાથે પરેડની શરૂઆત થઈ હતી. બાદમાં ડ્રિલ સ્ક્વેર પર કદમતાલ કરતા 459 જેન્ટલમેન કેડેટ્સ ચેટવુડ ભવન પહોંચ્યા હતા. તે વખતે આઈએમએની આસપાસનું ક્ષેત્ર ઝીરો ઝોન રહ્યું હતું. વાહનવ્યવહારને બલ્લૂપુર અને પ્રેમનગરથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આઈએમએની સુરક્ષા વ્યવસ્થા સેનાના હાથમાં છે, જ્યારે શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા પોલીસના હાથમાં છે.

પરેડની સલામી લીધા બાદ સાઉથ વેસ્ટર્ન કમાન્ડના જીઓસી ઈન ચીફ ચેરિશ મેથસને કેડેટ્સને ઓવરઓલ બેસ્ટ પરફોર્મન્સ અન અન્ય ઉત્કૃષ્ટ સમ્માનથી નવાજ્યા હતા. સીનિયર અંડર ઓફિસર અક્ષત રાજને ભારતીય સૈન્ય અકાડમીનું સર્વોચ્ચ સમ્માન સ્વોર્ડ ઓફ ઓનરથી નાવજવામાં આવ્યા છે.

ગોલ્ડ મેડલ – સુરેન્દ્રસિંહ બિષ્ટ

સિલ્વર મેડલ- સીનિયર અંડર ઓફિસર કૌશલેશકુમાર સિંહા

બ્રોન્ઝ મેડલ- સીનિયર અંડર ઓફિસર અક્ષત રાજ

ટેક્નિકલ સિલ્વર મેડલ – કરનસિંહ

ફોરેન જીસી- શહજાદ સરબાજ (અફઘાનિસ્તાન)

કંપની એવોર્ડ – કેનન કંપની

તેની સાથે જ આઈએમએના ઈતિહાસમાં 61536 અધિકારી આપવાનો એવોર્ડ પણ જોડાયો છે. તેમા 2259 વિદેશી જેન્ટલમેન કેડેટ્સ પણ સામેલ છે. મહત્વપૂર્ણ છે કે બે વર્ષની આકરી ટ્રેનિંગ બાદ આ યુવાનો ભારતીય સેનામાં અધિકારી બને છે.

પાસઆઉટ પરેડ વખતે યુવા અધિકારીઓના પરિવારજનો પણ આઈએમએ ખાતે હાજર રહે છે. 77 યુવા સૈન્ય અધિકારી નૌ મિત્ર દેશો અફઘાનિસ્તાન, ભૂટાન, માલદીવ, ફિજી, મોરીશસ, પપુઆ ન્યૂ ગિની, ટોંગા, લેસોથો અને તજાકિસ્તાનની સેનાના અભિન્ન અંગ બને છે. તે વખતે આઈએમએને કમાન્ડન્ટ લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. ઝા, ડેપ્યુટી કમાન્ડન્ટ મેજર જનરલ જી. એસ. રાવત સહીત ઘણાં સેવારત અને સેવાનિવૃત્ત સૈન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code