કર્ણાટકમાં ચાલી રહેલો રાજકારણ ખેલ હજુ યથાવત જોવા મળ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે દરેક બળવાખોળ સાંસદોને આજરોજ સાંજે 6 વાગે વિધાનસભાના સ્પીકરના સામે હાજર રહેવા કહ્યું હતું ત્યારે સ્પીકર રમેશકુમારે સમય વધારવાની માંગણી કરી હતી, પણ તે મંજુરી મળી ન હતી ત્યારે સ્પીકર હવે સાંસદોના રાજીનામાનો સ્વીકાર કરશે કે નહી તે વાત પર સૌ કોઈ મીટ માંડીને બેસ્યુ છે.
-ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યદીયુરપ્પા પણ વિધાનસભામાં હાજર થયા છે
-ભારતના પૂર્વ અર્ટોની જનરલે કહ્યુ કે કર્ણાટક વિધાન સભાના સ્પીકર પક્ષતાપૂર્ણ કામ કરી રહ્યા છે , સ્પીકર પાસે કોર્ટની ઓથોરીટીને પડકાર કરવાનો અધિકાર હોતો નથી , જો સાસંદો રાજીનામા આપવા માંગે છે તો તેમની મરજીથી વધીને આગળ કઈ હોતું જ નથી કોર્ટે માત્ર સાંસદોને સાંભળવાનું કાર્ય જ સ્પીકરને સોપ્યું છે.
-વિધાનસભાના સ્પીકર પોલીસની સુરક્ષા સાથે વિધાનસભા પર આવી પહોંચ્યા છે 6 વાગે કાર્યવાહી શરુ થશે
- બીજી બાજુ કોંગ્રેસના નેતા ઈશ્વર ખડગેએ કહ્યું કે બીજેપીએ અમારા નેતાઓને બંધક બનાવ્યા છે આ ઉપરાંત કહ્યું કે જો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થાય તો અમે ચોક્કસ વિશ્વાસ મત મેળવીશું
- બળવાખોળ સાંસદોના સામે કાર્યવાહી બાદ કોંગ્રેસ નિર્ણય લેશેઃ-
- કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવે જણાવ્યું કે અમે બળવાખોળ સાસંદ સાથે સંપર્ક નહી કરીયે જે એક વિધાનસભાના અધ્યક્ષને આ મુદ્દા પર નિર્ણય લેવા માટે વધુ સમયની જરુર છે ત્યારે આવા લોકોને અયોગ્ય સાબિત કરવા જ યોગ્ય વાત છે ત્યાર પછી કોંગ્રેસ પાર્ટી મુંદ્દાને સંભાળશે વિધાનસભામાં મારા સભ્યોની સંખ્યા ઓછી છે અને અમે બહુમતથી ઓછા પર આવીશું તો બીજેપી અવિશ્વાસનો પ્રસ્તાવ મુકી શકે છે.
- સ્પીકર પાસે દોડીને પહોંચ્યા બળવાખોળ સાંસદો, વિધાન સભામાં સુરક્ષામાં વધારો
- સ્પીકર પાસે દોડીને પહોંચ્યા બળવાખોળ સાંસદો, વિધાન સભામાં સુરક્ષામાં વધારો
- કર્ણાટક કોંગ્રેસના બળવાખોર સાંસદો મુંબઈ થી બેંગલુરૂ આવી પહોંચ્યા છે, ત્યાર બાદ તેઓ વિધાનસભા સ્પીકરને મળવા માટે પહોંચ્યા હતા ,બળવાખોળ સાસંદો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દોડીને સ્પીકર પાસે આવ્યા હતા,આ સાંસદોમાં બસાવરાજ, રમેશ ઝારકિહોલી, શિવરામ હેબ્બર, બીસી પાટીલ ,સોમશેકર,નારાયમ ગૌડા, ગોપાલ, વિશ્વ નાથ, મહેશ કુમતા હલ્લી ને પ્રતાપ પાટીલ સ્પીકરના ચોમ્બરમાં પ્રવેશ કરી ચુક્યા છે આ સમયે વિધાનસભામાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
- મિડિયા સાથે 7 વાગે વાત કરશે સ્પીકર
- કર્ણાટક વિધાનસભા સ્પીકરે બોલાવી પ્રેસ કોન્ફરન્સ
- બળવાખોળ સાંસદનો સામનો થશે કોંગ્રેસના બીજા સાંસદોથી
- 7 વાગ્યાથી શરુ થશે ડ્રામાએ કોંગ્રેસ
- કર્ણાટક વિધાનસભા પર સૌ કોઈની નજર