ભારત દેશની એક મોટી સંખ્યા દારુના રવાડે ચડી છે આ જાણકારી કેન્દ્રીય મંત્રી થારવચંદ ગેહલોતે રાજ્ય સભામાં આપી છે, કેન્દ્રીય મંત્રી થારવચંદ ગેહલોતના મત અનુંસાર દેશના 16 કરોડ લોકો દારુનું સેવન કરે છે .દેશમાં શાળાના વિદ્યાર્થીઓ જે રીતે નશાના રવાડે ચડ્યા છે જેના પ્રસ્તાવ પર કેન્દ્રીય મંત્રી થારવચંદ ગેહલોતે રાજ્યસભામાં આ વાતનો ઉલ્લ્ખ કર્યો હતો કે 16 કરોડ લોકો દારુ પીવે છે જ્યારે તેમાંથી 6 કરોડ લોકોએવા છે કે જેને દારુની લત પડી ગઈ હોય જ્યારે 3.1 લોકો નશાલા પ્રદાર્થોનું સેવન કરે છે
રાજ્યસભામાં સરકારે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશની 10 નામાકિંત સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓને નશાની લત પર નું નિરિક્ષણ કરશે આ પહેલા પણ 2018માં પહેલું સર્વેક્ષણ કરાવામાં આવ્યું હતુ
નેશનલ ડ્રગ્સ ડિપેંન્ડેંસ સેન્ટર અને ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન નવી દિલ્હીએ આ સર્વેક્ષણ કર્યુ હતુ ,આ સર્વેક્ષણમાં દરેક રાજ્યોમાં નશીલા પ્રદાર્થોના સેવન અને તેની લેવામા આવતી માત્રા વિશે 4,73,569,લાકોનો સવાલ પુછવામાં આવ્યા હતા. ત્યારે આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 16 કરોડ લોકો દારુ પીવે છે, 3.1 કરોડ લોકો ભાંગ પીવે છે અને 2.26 કરોડ લોકો અફિણનું સેવન કરે છે.
ગહેલોતના મત મુજબ વર્તમાન સમયમાં પણ 10 થી 75 વર્ષના લગભગ 1.18 કરોડ સીંડેટિવ્સનો ઉપયોગ કરે છેજ્યારે 77 લાખ લોકો જેમાં 51 લાખ વયસ્ક અને 26 લાખ બાળકો ઈન્હેલેન્ટસનો ઉપયોગ કરે છે