કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસના દસ સાસંદોમાથી 3 સાંસદો શનિવારના રોજ ગોવા મંત્રી પદ માટેની શપથ લીધી હતી,આ 3 નેતાના નામ ફિલિપ નેરી રોડિગૂડ્સ, જેનિફ મોનસેરેંટ અને ચંદ્રકાંત કેવલેકર છે, આના સાથે વિધાનસભાના પૂર્વ નાયબ સ્પીકર મિશેલ લોબોને મંત્રી પદ માટે શપથ લેવડાવામાં આવ્યા હતા.
આ પહેલા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહીત શનિવારે ચાર મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવ્યા હતા.: વિજય સરદેસાઇ, વિનોદ પલ્લિકર, ગોવાના ભાજપના સાથી જયેશ સાલગગાકર ફોરવર્ડ બ્લોક અને સ્વતંત્ર ધારાસભ્ય રોહન ખોંટ જો કે ડેપ્યુટી એસેમ્બલીના અધ્યક્ષ મિશેલ લોબોએ અટકળો વચ્ચે રાજીનામું આપ્યું છે જેઓને મંત્રી બનાવવામાં આવશે
બુધવારના રોજ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાનારા 10 સાંસદોમાંથી થી 3ને મંત્રીપદ પવામાં આવશે , છેલ્લા સમયે નિર્ણય લેવામાં આવ્યો છે કે પૂર્વ કોંગ્રેસ નેતા એટાનસિયો મોન્સિરેટા જેના માટે મંત્રી પદ આપવાની ચર્ચા હતી તેના બદલે હવે તેમની પત્ની જેનિફરને પદ આપવામાં આવશે બીજી તરફ, કૉંગ્રેસના નેતા ચંદ્રકાંત કાવેલેકર, જેઓ બુધવાર સુધી વિધાનસભામાં વિપક્ષી નેતા હતા, તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. આ ઉપરાંત, નગર આયોજનની મહત્વપૂર્ણ જવાબદારી તેમને અપાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
