1. Home
  2. revoinews
  3. બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ “અંગ્રેજી મિડીયમ”નું શૂટિંગ પુરું થયુંઃ હોનીનો ઈરફાનને લેટર
બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ “અંગ્રેજી મિડીયમ”નું શૂટિંગ પુરું થયુંઃ હોનીનો ઈરફાનને લેટર

બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ “અંગ્રેજી મિડીયમ”નું શૂટિંગ પુરું થયુંઃ હોનીનો ઈરફાનને લેટર

0
Social Share

થોડા સમય પહેલાજ અભિનેતા ઈરફાન ખાનન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરનો ઇલાજ કરાવીને ભારત પરત ફર્યા છે. ત્યારે ભારત પાછા ફરતાની સાથે જ  ઇરફાને હિન્દી મીડિયમ ફિન્લમની  સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી પહેલાની જેમ પોતોની જાતને કામમાં વ્યસ્ત બનાવી દીધી હતી ,પોતાની બિમારીની દુહાઈ ન આપતા ઈરફાન ફરિ એક વાર ફિલ્મ જગતમાં ટક્કર આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને તેમણે તે કરી પણ બતાવ્યું છેવચે હવે ઈરફાનની ફિલંમ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ પુરુ થયુ છે. ઈરફાનેફિલ્મમાં ખુબજ મહેનત અને લગનથી કામ કર્યું છે પોતે પોતોની લાઈફમાં સફર કરી રહ્યા હોવા છતા તેમણે ધમાકેદાર રોલ કરીને પોતોની જાતને સાબિત કરી બતાવી છે.

આ ફિલ્મને લઇને અવારનવાર ગોસિપ થતી હોય છે સાથે ફિલ્મની તસવીરો પણ સામે આવતી જ રહે છે. અને ફિલ્મને જોવા માટે ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. અંગ્રેજી મીડિયમ સાથે જોડાયેલી નવી અપડેટ સામે આવી રહી છે, કે ફિલ્મનુ શૂટિંગ પુરુ થયુ છે. આ ફિલ્મમાં ઇરફાન ઉપરાંત રાધિકા મદાન  અને કરીના કપૂર ખાન   જેવા કલાકાર છે. જ્યારે રાધિકા ઇરફાનની પુત્રીના કેરેક્ટરમાં. જ્યારે કરીના આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. 

ફિલ્મની શૂટિગં લગભગ ત્રણ મહીના સુધી ચાલી અને શૂટિંગ પુરુ થતાની સાથે જ અડજાનિયાએ પોતાની કાસ્ટ અને ક્રુ મેમ્બરના નામે એક ખાસ મેસેજ લખ્યો છે. હોમીએ ઇરફાન સાથે લીધેલી એક તસવીરને શેર કરતા ફિલ્મની શૂટિંગ પુરુ થવાની જાણકારી આપી છે.  હોમીએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ‘બધુ જ જાણવા છંતા હુ આ ફિલ્મ કરવા માંગતો હતો. મારા માટે એ ઇમોશનલ રોલર કોસ્ટરની જેમ છે. મને ખબર છે કે દરેક માટે આ કેટલું મુશ્કેલ હતું. ઇરફાન ખાન તમે અવિશ્વસનીય છો અને સાથે એક શાનદાર કલાકાર છો. હું આપને ખુબ જ પ્રેમ કરું છું. મારા તમામ ક્રૂ અને કાસ્ટને દિલથી ધન્યવાદ’. આમ તેમણે ઈરફાન ખાનને એકસ ઈમોશનલ લેટર લખ્યો હતો.ત્યારે આ ફિલ્મ સિનેમા ઘરોમાં ક્યારે રિલીઝ થે તે હજુ કઈ નક્કી કરવામાં આવ્યું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code