1. Home
  2. revoinews
  3. કર્ણાટકના સ્પીકરનો ખુલાસોઃ હાલ કોઈના પણ રાજીનામાં સ્વીકારાશે નહી
કર્ણાટકના સ્પીકરનો ખુલાસોઃ હાલ કોઈના પણ રાજીનામાં સ્વીકારાશે નહી

કર્ણાટકના સ્પીકરનો ખુલાસોઃ હાલ કોઈના પણ રાજીનામાં સ્વીકારાશે નહી

0
Social Share

વિધાન સભાના સ્પીકરનો ખુલાસો

કર્ણાટકમાં રાજકરણમાં ગરમાટો

હજુ મે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી

કાનુની કાર્યવાહી બાદ જ રાજીનામાંનો સ્વીકાર થશે.

અત્યાર સુધી 16 સાંસદના રાજીનામાં

કર્ણાટકમાં હાલ રાજરકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે , કર્ણાટકમાં કુલ 16 સાંસદે રાજીનામાં  આપ્યા છે, વિધાન સભાના સ્પીકર કે.આર.રમેશ કુમારે કહ્યું કે હાલ કોઈના પણ રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવશે નહી અને જે કઈ પણ પ્રક્રીયા થશે તે કાનુની રીતે જ કરવામાં આવશે.

કર્ણાટકમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે આજ રોજ કોંગ્રેસના બે સાંસદો એક સુધાકર અને બીજા એમટીબી નાગરાજે પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ છે.  આ સાથે જ કર્ણાટકની કુમારસ્વામી સરકાર તરફથી રાજીનામાં આપનારની સંખ્યા 16 પર પહોંચી ગઈ છે જેમાં થી 13 તો કોંગ્રેસના સાંસદો છે અને અન્ય 3 જનતાદળના એમએલએ છે.જ્યારે સરકારના સમર્થનમાં હાજર સાંસદોની સંખ્યા માત્ર 106 છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે આમારા સમર્થનમાં 107 સાંસદો છે.

રાજકારણમાં ઉથલ પાથલની વચ્ચે વિધાન સભાના સ્પીકર કે.આર.રમેશ કુમારે જણાવ્યું છે કે “મે અત્યાર સુધી કોઈજ રાજીનામાં નો સ્વીકાર કર્યો નથી. હું રાતો રાત આ રાજીનામાનો સ્વીકાર કરી શકુ નહી, મે 17 તારીખ સુધીનો સમય માંગ્યો છે હું તમામ કાર્યવાહી કાનુની રીતે કરીશ પછી જ રાજીનામાં સ્વીરાક કરવાનો નિર્ણય લઈશ ”.

વધુમાં કે.આર.રમેશ કુમારે જણાવ્યું હતુ કે કાનુન પાતાનું કામ કરશે જ અને કોઈ પણ વ્યકિત માટે કાનુંન બદલવામાં આવશે નહી,  આ વાતને લઈને વિધાનસભામાં આજ રોજ ભારે હંગામો થયો હતો ,સુધાકરે રાજીનામું આપતાની સાથે  જ કોંગ્રેસ નેતાઓ અને સાંસદોએ તેમને ઘેરી લીધા હતા અને પોતોના કેબિનમાં લઈ ગયા હતા,એક રિપોર્ટના મુજબ કોંગ્રેસ નેતા પ્રિયંકા ખડગેએ ધક્કોમારીને કોંગ્રેસ સાંસદની વચમાં લઈ ગયા અને ત્યા સુધાકરને ખુબજ સમજાવાની કોશીષ કરવામાં આવી.ત્યાર બાદ સુધાકર અને નાગરાજ રાજ્યપાલને મળવા સંસદ ભવન પહોંચ્યા હતા આ સમયે કર્ણાટકમાં સીએમ એચડી કુમાર સ્વામીએ કહ્યું કે બીજેપી કોંગ્રેસ સાસંદો અને જેડીએસ સાંસદોને ખરીદવાની પુરેપુરી તૈયારી કરી રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code