અમદાવાદ : ગુજરાતભરની શાળાઓમાં વિધિવત્ ઉનાળુ વેકશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. પરંતુ શાળાનું વેકશન ખૂલતા જ વાલીઓને ઝટકો લાગી શકે છે. વાલીઓ પહેલાથી જ પોતાના વિદ્યાર્થીઓની મસમોટી ફીના કારણે પરેશાન છે, ત્યારે હાલ એક માઠા સમાચાર મળી રહ્યાં છે.કે, શાળાનું વેકશન ખુલતા જ વાલીઓને પોતાનાં બાળકોની સ્કૂલ ફીમાં ૫ થી ૧૦ ટકા વધવાની શકયતા દેખાઇ રહી છે. આ સિવાય સ્કુલ રિક્ષા ભાડામાં પણ નવા સત્રથી વધારાની શકયતા દેખાઇ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. નવા શૈક્ષણિક સત્રથી ખાનગી શાળાઓમાં પાંચથી 10 ટકા ફીમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સ્કૂલ ભાડામાં રૂપિયા ૨૦૦નો વધારો થઇ શકે છે સાથે બાળકોની સ્ટેશનરી પણ મોંઘી થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. રાજ્યભરની શાળાઓમાં વિધિવત ઉનાળુ વેકશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. શનિવારે ઉત્તરવહી ચકાસણી અને વિવિધ વર્ગોનાં પરિણામની કામગીરી પૂર્ણ કરવાની સાથે જ હવે શિક્ષકો પણ ૩૫ દિવસના વેકશનની મોજ માણશે. જયારે ૧૦ જૂનથી ૨૦૧૯-૨૦નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ફરીવાર શાળા પરિસર ટાબરિયાઓના શોરબકોરથી ગૂંજી ઊઠશે. ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિડયુલ પ્રમાણે ચાલું વર્ષે ૬ મેથી ૯ જૂન સુધીનું ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહરે કરાયું છે. મોટા ભાગની ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૫ એપ્રિ સુધીમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાઇ હતી. તે સાથે જ વિદ્યાર્થીઓએ વેકશનની મોજ માણવાનું શરૂ કરી દીધું હતું