1. Home
  2. એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો

એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો

0

અમદાવાદઃ બાવળામાં યુવતીની સરાજાહેર છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરનારા એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને પોલીસે સુરેન્દ્રનગરથી ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી હતી. પોલીસે તેના બે સાગરિતોની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાવળા બસ સ્ટેન્ડ પાસેથી મિતલ જાદવ નામની યુવતી પોતાની બહેન પાસેથી પસાર થતી હતી ત્યારે બે મિત્રો સાથે મોટરસાઈકલ પર આવેલા કેતન વાઘેલાએ તેને છરીના ઘા માર્યા હતા. યુવતી ઉપર હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. કેતન વાઘેલા યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. દરમિયાન યુવતીના તા. 26મી મેના રોજ લગ્ન હોવાથી કેતન વાઘેલા રોષે ભરાયો હતો. આ બનાવની પોલીસે તપાસ આરંભીને હત્યારાને ઝડપી લેવા કવાયત તેજ કરી હતી. દરમિયાન પોલીસે હત્યારા કેતન વાઘેલાને ઝડપી લીધો હતો. તેમજ તેની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. યુવત ઉપર હુમલાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.