1. Home
  2. revoinews
  3. મલેશિયામાં ભાષણ પર રોક છતાં ઝાકિર નાઈકે કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે સરખાવતું આપ્યું નિવેદન
મલેશિયામાં ભાષણ પર રોક છતાં ઝાકિર નાઈકે કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે સરખાવતું આપ્યું નિવેદન

મલેશિયામાં ભાષણ પર રોક છતાં ઝાકિર નાઈકે કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે સરખાવતું આપ્યું નિવેદન

0
Social Share

ઝાકિર નાઈકનું કાશ્મીર પર વિવાદીત નિવેદન

કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી બની રહી છે પરિસ્થિતિ

નાઈક પર ભારતમાં સંગીન ગુનાઓને લઈને આરોપો

ઝાકિર પર મની લોન્ડ્રિંગ, આતંકવાદ, ભડકાઉ ભાષણના આરોપો

વિવાદીત ઈસ્લામિક ધર્મ પ્રચારક ઝાકિર નાઈકે કાશ્મીરને લઈને ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે. નાઈકે કહ્યુ છે કે કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી પરિસ્થિતિ બની રહી છે અને વૈશ્વિક સમુદાયે આની તરફ તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. નાઈકે 2016માં ભારતમાંથી ભાગીને મલેશિયામાં પોતાના ડેરાતંબુ નાખ્યા હતા.

ઝાકિર નાઈક પર ભારતમાં મની લોન્ડ્રિંગ, આતંકવાદ અને ભડકાઉ ભાષણ જેવા સંગીન આરોપો છે. ભારત સતત મલેશિયાને નાઈકના પ્રત્યાર્પણને લઈને વાતચીત કરી રહ્યું છે. ટેરર ફંડિંગના કેસમાં કથિત ભૂમિકાને લઈને નાઈક એનઆઈએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.

આ મહીનાની શરૂઆતમાં રશિયાના વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઈકના પ્રત્યાર્પણને લઈને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે વાત કરી હતી. આ દરમિયાન એ નક્કી થયું છે કે બંને દેશો વચ્ચે અધિકારી સતત આ મુદ્દા પર વાત કરતા રહેશે.

કેટલાક મહીનાઓમાં મલેશિયામાં વિવાદીત નિવેદન આપવાના કારણે પણ નાઈકને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડયો હતો. વિવાદીત નિવેદનમાં નાઈકે કહ્યુ હતુ કે મલેશિયાના હિંદુઓને ભારતના લઘુમતી મુસ્લિમોની સરખામણીએ વધારે અધિકાર મળેલા છે. નાઈકે મલેશિયામાં રહેતા ચીની મૂળના લોકોને પણ જૂના મહેમાન ગણાવ્યા હતા. નાઈકે કહ્યુ હતુ કે તેને મલેશિયામાંથી કાઢતા પહેલા ચીની મૂળના મલેશિયનોને પણ નિષ્કાસિત કરી દેવા જોઈએ.

નાઈકે હવે કાશ્મીર કાર્ડ ખેલીને દુનિયાભરના મુસ્લિમોની સહાનુભૂતિ મેળવવા માટે અને પોતાનો આતંકનો શબ્દખેલ ચાલુ રાખવા માટે નિવેદન આપ્યુ છે. પોતાના વિવાદીત નિવેદનમાં નાઈકે ક્હયુ છ કે કાશ્મીર સંકટ વધુ એક પેલેસ્ટાઈન બનતું જઈ રહ્યું છે. ભારતમાં ઘણાં રાજ્યોને વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. પરંતુ મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીરમાંથી જ અનુચ્છેદ-370 અને 35-એ હટાવીને તેનો વિશેષ દરજ્જો ખતમ કરવામાં આવ્યો છે.કાશ્મીરમાં લોકડાઉના 38 દિવસો વિતી ચુક્યા છે. આ દરમિયાન કાશ્મીરીઓને અલગ-અલગ અત્યાચારોનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં યુવકોને કસ્ટડીમાં લઈને અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યા છે. કાશ્મીરીઓને વિરોધ કરવા પર ટિયરગેસ, પેલેટ ગનનો સામનો કરવો પડે છે. તેમા ઘણાં લોકો ગંભીરપણે ઘાયલ થાય છે, કેટલાકના મોત પણ થઈ જતા હોવાનો દાવો ઝાકિર નાઈકે કર્યો છે.

ઝાકિર નાઈકે કહ્યુ છે કે ભારત સરકાર આ કેટલીક નિશ્ચિત વૈશ્વિક શક્તિઓને વિશ્વાસમાં લીધા વગર કરી શકતી ન હતી. મોદી સરકારે જ્યારે અનુચ્છેદ – 370ને હટાવવાનો નિર્ણય કર્યો, તેના બે સપ્તાહ પહેલા 22 જુલાઈએ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક બેઠકમાં આ મુદ્દો ઉઠયો હતો. મને હેરાની નથી કે અમેરિકાએ એવો વાયદો કર્યો હોય કે તે ભારત સરકાર તરફથી ઉઠાવવામાં આવનારા પગલા તરફ ધ્યાન આપશે નહીં. તેવામાં હું પાક્કા પાયે માનું છું કે વિશ્વના શક્તિશાળી દેશોમાંથી કોઈપણ કાશ્મીરીઓના સમર્થનમાં આગળ આવશે નહીં. ઝાકિર નાઈકે કહ્યુ છે કે તેવામાં હું આખી દુનિયાના મુસ્લિમ સમુદાયને પીલ કરું છું કે તે ભારત સરકારના કાશ્મીરીઓને લઈને વલણ વિરુદ્ધ અવાજ ઉઠાવે

મહત્વપૂર્ણ છે કે નાઈક પર આખા મલેશિયામાં ભાષણ આપવા પર રોક લાગેલી છે. તેમ છતા આતંકના ઉસ્તાદ તરીકેના આરોપોનો સામનો કરી રહેલો ઝાકિર નાયક મલેશિયામાંથી નિવેદનો જાહેર કરી ર્હયો છે. મલેશિયાના લઘુમતીઓ માટે આપવામાં આવેલા નાઈકના નિવેદન બાદ દેશભરમાં તેની સામે 100થી વધારે પોલીસ રિપોર્ટ દાખલ થઈ ચુક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code