અયોધ્યામાં બિનવિવાદીત સ્થાન પર પૂજાની મંજૂરીની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજદારને સખત ઠપકો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદીત સ્થાન પર પૂજાની મંજૂરી માગતી અરજી નામંજૂર કરી છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે તમારા જેવા લોકો દેશને શાંતિથી રહેવા દેશે નહીં.
સુપ્રીમ કોર્ટે અરજદારપર અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલો પાંચ લાખ રૂપિયાનો દંડ પણ હટાવવાનો ઈન્કાર કર્યો છે. અરજદારે સરકાર દ્વારા સંપાદીત બિનવિવાદીત જમીન પર પૂજાની મંજૂરી માંગી હતી.
પંડિત અમરનાથ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં આના સંદર્ભે અરજી દાખલ કરી હતી. આના પહેલા અલ્હાબાદ હાઈકોર્ટેપણ આ અરજીને નામંજૂર કરતા પાંચ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ્દ કરવાનો ઈન્કાર કરીને દંડને યથાવત રાખ્યો હતો.