ઉત્તરપ્રદેશની યોગી સરકારે ગાયો માટે તેમનો પટારો ખોલી નાખ્યો છે. સરકારે રાજ્યોમાં ગાયોના સંરક્ષણ માટે 2019-20ના બજેટમાં 600 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી છે. સ્પેશિયલ ફંડ દ્વારા ગાયોના ચારાની સાથે જ રાજ્યભરમાં ગાયોના ચારાનું નિર્માણ કરાવવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, લોકસભા ચૂંટણી પરિણામ પછી પહેલી કેબિનેટ મીટિંગમાં યુપી સરકારે યુપી ગૌ સંરક્ષણ અને વિકાસ નિધિ નિયમ 2019ને મંજરી આપી દીધી છે. આ મંજૂરી પછી વિશેષ ફંડ બનાવવાનો રસ્તો ખુલી ગયો છે. આ વિશેષ ફંડ માટે સાર્વજનિક અને ખાનગી ફંડ દ્વારા રકમ ભેગી કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં ગૌશાળા અને તેની જાળવણી માટે બજેટમાં 247 કરોડ રૂપિયાની જોગવાઈ છે.
તેમાં ડોનેશન, બિનસરકારી સંગઠનો, ચેરિટી, પ્રાઇવેટ અને સરકારી કંપનીઓ અને વ્યક્તિગત રીતે પણ પોતાનું યોગદાન આપી શકો છો. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં 18 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારે તે પ્રસ્તાવને પસાર કર્યો હતો જેમાં ભારતમાં બનનારા વિદેશી દારૂ અને બીયરની પ્રિમિયમ બ્રાન્ડ્સના બોટલિંગમાં વધારાનો સેસ લગાવવાની વાત હતી.
આ સેસ ગૌસંરક્ષણ હેઠળ લાગશે. દારૂ અને બિયરના બોટલિંગ ઉપર પ્રતિ બોટલ 1થી 3 રૂપિયા સુધીનો સેસ લાગશે. આ સાથે જ સરકારે ગૌસંરક્ષણ તેમજ વિકાસ એજન્ડાના ફંડિંગ માટે 2 ટકા મંડી સેસ પણ લગાવ્યો હતો. ખેતીની ટેક્નીક્સ વધવાને કારણે લોકો હવે બળદોને ખુલ્લાં છોડી રહ્યા છે. રાજ્યમાં ગેરકાયદે કતલખાનાઓ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યા પછી રાજ્યમાં આવા આવારા જાનવરોની સંખ્યા બહુ વધી ગઈ છે.