1. Home
  2. revoinews
  3. વિશ્વનું સૌથી મોટુ ઘાતક ફાઈટર જેટ રાફેલ હવે ભારતીય સેનામાંઃ ચીન બોર્ડર પર કરવામાં આવશે તૈનાત
વિશ્વનું સૌથી મોટુ ઘાતક ફાઈટર જેટ રાફેલ હવે ભારતીય સેનામાંઃ ચીન બોર્ડર પર કરવામાં આવશે તૈનાત

વિશ્વનું સૌથી મોટુ ઘાતક ફાઈટર જેટ રાફેલ હવે ભારતીય સેનામાંઃ ચીન બોર્ડર પર કરવામાં આવશે તૈનાત

0
Social Share
  • વિશ્વનું સૌથી મોટુ ઘાતક ફાઈટર જેટ રાફેલ
  • ફ્રાંસ સાથેની રાફેલ ડિલ ભારતમાં ચર્ચાનો વિષય રહી છે
  • ભારતીય સેનામાં ટુંક સમયમાં થશે સામેલ રાફેલ જેટ
  • 8મી ઓક્ટોબરે વાયુસેનાને સત્તાવાર રીતે મળશે રાફેલ
  • 30 એમએમની તોપથી 2500 રાઉન્ડ ગોળા બારુદ ફેકી શકે છે  રાફેલ જેટ

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારત માટે સરહદની સુરક્ષાનું ધ્યાન રાખવું પહેલા કરતા પણ વધુ જરુરી બન્યું છે,તેવી સ્થિતિમાં રાફેલ ફાઈટર વિમાનની ભૂમિકા ખુબ જ મહત્વની છે,વિશ્વનું સૌથી ઘાતક ફાઈટર જેટ રાફેલ થોડા સમયમાં બોર્ડર પર ભારતની શક્તિમાં વધારો કરશે.  રાફેલને ચીન સરહદ પર રાખવામાં આવશે.ભારતીય વાયુસેનાએ ફ્રાંસ તરફથી મળેલા લડાકૂ વિમાન રાફેલને પૂર્વોત્તર વિસ્તારમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે, આ વિમાનોને પાકિસ્તાન બોર્ડરથી પહેલા ચીનની બોર્ડર પાસે રાખવામાં આવશે,વિમાનોને લઈને ચીન સાથે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવાની તૈયારી દર્શાવામાં આવી રહી છે.

શિલોંગમાં સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે,”રાફેલને થોડા જ સમયમાં  ચિનુક અને અપાચે હેલિકોપ્ટરો સાથે પૂર્વોત્તરમાં તૈનાત કરવામાં આવશે,પૂર્વી કમાન વિસ્તારમાં અરુણાચલ પ્રદેશને લઈને ચીનનું વર્તન હંમેશાથી આક્રમક રહ્યું છે.તેવી સ્થિતિમાં રાફેલની હાજરી મહત્વની ગણાશે.વધારે કરીને  વિમાનોની હાજરી ચીનની સરહદની આસપાસ રહેશે, વિમાનોને ઉતરવા માટે 8 લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જે કોઈ પણ સમયે ચાલુ કરી દેવામાં કરવામાં આવશે”.

ભરતીય વાયુસેનાને ટુંક સમયમાં જ વિશ્વનું સૌથી ઘાતક ફાઈટર જેટ રાફેલ પ્રાપ્ત થવાનું છે,તારીખ 8મી ઓક્ટોબર એટલે કે,વિજયાદશમીના દિવસે પ્રથન રાફેલ ફાઈટર એરક્રાફ્ટ વાયુસેનાને સત્તાવાર રીતે મળી જશે,વાયુસેનાને કુલ 36 રાફેલ લડાકૂ વિમાન મળશે.આ જેટની ખાસિયત એ છે કે,તે કેટલા બધા પ્રકારની ભૂમિકા ભજવી શકશે,હવાથી હવામાં આક્રમણ કરી શકે છે,આસમાનથી જમીન પર પણ આક્રમણ કરવામાં તે સક્ષમ છે.તેમાં પરમાણું બોમ્બ ફેંકવાની પણ અનોખી શક્તિ છે,માત્ર એક મિનિટમાં આ વિમાનની બન્ને બાજુ 30 એમએમની તોપથી 2500 રાઉન્ડ ગોળા બારુદ ફેકી શકાય છે.

આ ઉપરાંત રાફલેમાં એક એવી સિસ્ટમ છે તે દુશ્મનોના ક્ષેત્રોમાં લડી કરીને પરત ફરવાની તાકાત પણ ઘરાવે છે,આ જેટ એટલું ફ્કસિબલ છે કે,ઓછામાં ઓછી ઊંચાઈથી લઈને વધુમાં વધુ ઊંચાઈ સુધીની બન્ને પરિસ્થિતિઓમાં શ્રેષ્ટ પગલું ભરી શકે છે

ઉલ્લેખનીય છે કે, રાફેલની ડિલ ભારતમાં ચર્ચાનો વિષય રહી છે,વિપક્ષ તરફથી કેન્દ્ર સરકાર પર જૂઠો સમજોતો કરવાનો આરોપ લગાવ્યો હતો,લોકસભાની ચૂંટણીમાં પણ રાફેલ મહત્વનો મુદ્દો રહ્યો હતો છતા પણ કેન્દ્ર સરકારે પીછે હઠ નહોતી કરી ત્યારે હવે સરકારના સતત પ્રયત્ન બાદ થોડા જ સમયમાં રાફેલ ભારતીય સેનાનો મહત્વનો ભાગ બનવા જઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code