World Mental Health Day: ટવિટર ઇન્ડિયાએ લોન્ચ કર્યું નવું ઇમોજી
- આજે 10 ઓક્ટોબર એટલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે
- ટવિટરે લોન્ચ કર્યું નવું ગ્રીન રિબન ઇમોજી
- માનસિક સ્વાસ્થ્ય પર વાતચીતને પ્રોત્સાહન આપવા લોન્ચ કર્યું ઇમોજી
આજના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દુનિયાભરમાં ઝડપથી વધી રહેલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે મનાવવામાં આવે છે.તણાવ,ચિંતાને ઘણીવાર થાક તરીકે જ સમજી લેવામાં આવે છે. એવામાં મેન્ટલ હેલ્થ પ્રત્યે જાગૃત રહેવું એ શારીરિક બીમારીઓ જેટલું જ મહત્વનું છે. વર્લ્ડ હેલ્થ મેન્ટલ ડે નિમિત્તે શુક્રવારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટવિટર દ્વારા માનસિક સ્વાસ્થ્ય પર વાતચીતને પ્રોત્સાહન આપવા માટે એક નવું ગ્રીન રિબન ઇમોજી લોન્ચ કરવામાં આવ્યું છે.
ટવિટર માનસિક સ્વાસ્થ્ય પર સતત ચર્ચાને પ્રોત્સાહન આપવાનું શરૂ રાખે છે. આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે અને એવામાં ટવિટર ઈચ્છે છે કે આખી દુનિયાના લોકો આ અવ્યવસ્થાને લઈને ખુલીને વાત કરે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે દુનિયાભરમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા રહેવા માટે તેણે એક નવું હેશટેગ-હેશટેગમેન્ટલહેલ્થ શરૂ કર્યું છે અને આ હેશટેગને સપોર્ટ કરવા માટે એક નવું ઇમોજી પણ લોન્ચ કર્યું છે.
ઘણા બોલિવૂડ સેલેબ્સ માનસિક બિમારીઓનો શિકાર બની ચુક્યા છે. લોકોને આ વિશે જાગૃત રાખવા માટે તેણે દરેકને તેની માનસિક બીમારી વિશે જણાવ્યું અને સાથે જ હવે તેના વિશે ખુલ્લેઆમ વાત કરે છે. દીપિકા પાદુકોણ, રિતિક રોશન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ માનસિક બિમારીનો શિકાર બની ચુક્યા છે.
દેવાંશી-