- સરકારે કામદારોને આપી મોટી ભેટ
- આવતા વર્ષ સુધી બેરોજગારીનો લાભ મળશે
- ESIC એ કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય
કર્મચારી રાજ્ય વીમા નિગમ એ બેરોજગારીનો લાભ ઉઠ્વવાની સમયમર્યાદાને એક વર્ષ માટે વધારી 30 જૂન 2021 સુધી કરી દીધી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના જૂન 2018 માં બે વર્ષ માટે પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ઇએસઆઈ યોજના હેઠળના તમામ કામદારોને બેકારીનો લાભ મળે છે. યોજના અંતર્ગત, ESI યોજના હેઠળ આવરી લેતા કામદારોને બેકારીનો લાભ આપવામાં આવે છે. યોજના અંતર્ગત લાભો હવે 30 જૂન 2021 સુધી મેળવી શકાશે.
ESIC એ કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કોર્પોરેશને યોજના અંતર્ગત બેરોજગારી રાહત દર સરેરાશ દૈનિક વેતનના 25 ટકાથી વધારીને 50 ટકા કરી દીધી છે. તે સંકટમાં કામદારોને મદદ કરવા એક જાગૃતિ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે.
ESIC દ્વારા આપવામાં આવેલી આ રાહત બેરોજગાર હોવાના 30 દિવસની અંદર થશે અને કામદારો તેને નિગમ દ્વારા નિયત શાખા કચેરીમાં સીધા જમા કરીને તેનો દાવો કરી શકે છે. આ પહેલાં તે 90 દિવસનો હતો. ઇએસઆઈસી દ્વારા વિસ્તૃત રાહત અને શરતોમાં છૂટછાટ આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.
રાહત માટેની દાવાઓ નિયુક્ત ઇએસઆઈસી શાખા કચેરીમાં અથવા વ્યક્તિ દ્વારા સોગંદનામું, આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો સાથે નિગમની વેબસાઇટ પર સબમિટ કરી શકાય છે.
ESIC દ્વારા આપવામાં આવેલી આ રાહત માટે વીમાધારક બેરોજગાર બને તે પહેલાં ઓછામાં ઓછા બે વર્ષ રોજગારમાં રહેવું જરૂરી છે, અને ઓછામાં ઓછા 78 દિવસ સુધી રોજગાર ન ગુમાવે ત્યાં સુધી ESI માં પોતાનું યોગદાન કર્યું હોય. આ સિવાય બેરોજગાર બનતા પહેલાના 2 વર્ષ સુધી ત્રણ યોગદાન પીરીયડમાં ઓછામાં ઓછો 78 દિવસ યોગદાન આપવું જોઈએ.
દેવાંશી-