વડપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં પોતાના પહેલા દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ પર શનિવારે પાડોશી દેશ માલદીવ પહોંચ્યા છે. બપોરે સાડા ત્રણ વાગ્યે તેમનું વિમાન માલે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા પીએમ મોદી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહને શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે માલદીવ ગયા હતા. જો કે આ સંપૂર્ણપણે દ્વિપક્ષીય મુલાકાત નથી. પોતાના પહેલા કાર્યકાળમાં મોદીએ પહેલી વિદેશ યાત્રા માટે ભૂટાનની પસંદગી કરી હતી. તેઓ આ વખતે માલદીવ ગયા છે. તેને સરકારની નેબરહુડ ફર્સ્ટની નિતિને આગળ વધારવાના વધુ એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
ભારતે ઘણાં વર્ષોથી માલદીવમાં ભારે રોકાણ કર્યું છે. ભારત ત્યાં સૈન્ય સહાયતા, તાલીમ અને કેપેસિટી બિલ્ગમાં મદદ કરી રહ્યા છે. 1988માં ભારતે જ ઓપરેશન કેક્ટસ દ્વારા માલેમાં તખ્તાપલટની સાજિશને નિષ્ફળ બનાવી હતી. ઓપરેશન દરમિયાન ભારતીય સૈનિક પ્લેનથી ત્યાં પહોંચ્યા હતા અને માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ ગયૂમનું રેસ્ક્યૂ કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે માલદીવ ભારતીય સીમાથી માત્ર 1200 કિલોમીટર દૂર છે. લગભગ 22 હજાર ભારતીયોનું ઘર હોવાની સાથે જ માલદીવનું ભારત માટે રણનીતિક મહત્વ પણ છે. જો કે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામિને 2013માં સત્તા સંભાળ્યા બાદથી ચીનની નજીક શરૂ દીધું હતું. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માટે ચીનથી લાખો ડોલરનો કર્જ લીધો. પરિણામ એ થયું છે કે દેશ ઘેરા કર્જ સંકટમાં ફસાતો ચાલ્યો ગયો. માલદીવના ચીન તરફના ઝુકાવને રાખવાને કારણે ભારતની ચિંતા વધી ગઈ હતી.
હાલના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ ગત વર્ષ થયેલી ચૂંટણીઓમાં મોટી જીત નોંધાવી હતી. નવી સરકારના ચીન વિરોધી વલણે ભારતને રાહત આપવાનું કામ કર્યું છે. તેના પછી બંને દેશોના સંબંધ ફરી એકવાર મજબૂત થઈ રહ્યા છે. સોલિહે પદ સંભાળ્યા બાદ પહેલી વિદેશ યાત્રા માટે ભારતની પસંદગી કરી છે. ડિસેમ્બરમાં ભારતે લગભગ ત્રણ અબજ ડોલરના ચીની કર્જમાં ફસાયેલા માલદીવને 1.4 અબજ ડોલરની નાણાંકીય મદદની ઘોષણા કરી છે.
આજે બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા અને કનેક્ટિવિટી સહીત ઘણી મહત્વની સમજૂતીઓ થઈ શકે છે. જણાવવામાં આવે છે કે ભારત વધુ નાણાંકીય મદદની ઘોષણા કરી શકે તેમ છે. માલદીવે ભારતને પોતાની નેશનલ ક્રિકેટ ટીમ તૈયાર કરવામાં મદદ માટે અનુરોધ પણ કર્યો છે. જેના પર ભારતે કામ કરવાનું પણ શરૂ કર્યું છે. આ દિશામાં ભારત ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો વિચાર કરી રહ્યું છે.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ છે કે ભારત માલદીવમાં ઈન્ટર-આઈલેન્ડ કનેક્ટિવિટીને સુધારવા ચાહે છે. તેમણે કહ્યુ છે કે એક પ્રોજેક્ટ જેના પર અમારું મુખ્ય ફોકસ છે અને તેના સામુદાયિક વિકાસ સાથે સધો સંબંધ છે. આ સ્પીડબોટ ઉપલબ્ધ કરાવવા સાથે જોડાયેલું છે. જેનાથી ખાસ કરીને સ્ટૂડન્ટ્સને એક ટાપુથી બીજા ટાપુ પર આવાગમન માટે આસાની રહેશે.
પીએમ મોદી માલદીવની સંસદને પણ સંબોધિત કરશે. તેને પાડોશી દેશમાં ભારતના વધતા પ્રભાવ અને મોદીની મહત્વની પોઝિશન તરીકે જોવાઈ રહ્યું છે. સંબોધન પહેલા પીએમ સ્પીકર મોહમ્મદ નશીદ સાથે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે.મોદીને માલદીવનું સર્વોચ્ચ સમ્માન ઓર્ડર ઓફ નિશાન ઈજ્જુદ્દીનથી પણ સમ્માનિત કરવામાં આવશે.