1. Home
  2. revoinews
  3. અંડર ગારમેન્ટસનું વેચાણ મંદીના કારણે ઘટ્યું, તો મોબાઈલનું વેંચાણ કંઈ રીતે વધ્યું ?,મંદીના મારના હાલરડા ગાતા લોકો ખાસ વાંચો આ એહવાલ
અંડર ગારમેન્ટસનું વેચાણ મંદીના  કારણે ઘટ્યું, તો મોબાઈલનું વેંચાણ કંઈ રીતે વધ્યું ?,મંદીના મારના હાલરડા ગાતા લોકો ખાસ વાંચો આ એહવાલ

અંડર ગારમેન્ટસનું વેચાણ મંદીના કારણે ઘટ્યું, તો મોબાઈલનું વેંચાણ કંઈ રીતે વધ્યું ?,મંદીના મારના હાલરડા ગાતા લોકો ખાસ વાંચો આ એહવાલ

0
Social Share
  • માત્ર 36 કલાકમાં 1એ વહેંચ્યા રુપિયા 750 કરોડના ફોન
  • શું જનતા અંડર ગારમેન્ટસ વગર મોબાઈલ ચલાવી રહી છે
  • વર્ષ 2018 કરતા બે ગણું વેચાણ થઈ રહ્યું છે ઓનલાઈન એપ્સ પર
  • ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મોબાઈલ ફોન સતત વેંચાઈ રહ્યા છે
  • મંદીનો માર છે તો પછી લોકો પાસે ક્યાથી આવ્યા આટલા રુપિયા ?
  • મંદીના હાલરડા ગાયને દેશની જનતામાં ભય ફેલાવાઈ રહ્યો છે
  • મહાનગરો સહિત નાના મોટા શહેરોના લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે
  • શું ખરેખર લોકો પાસે રુપિયા નથી?
  • રુપિયા હોવા છતા પણ તેઓ ખર્ચ કરવા નથી માંગતા?
  • જનતા કેટલીક ખાસ વસ્તુઓ પાછળ જ ખર્ચ કરવા માંગે છે?

દેશની જનતા અને વિપક્ષ લોકોના મોઢેથી કહેવામાં આવી રહ્યું છે કે, દેશ હાલ મંદીની ઝપેટમાં છે,દેશનું અર્થ તંત્ર ખોળવાય રહ્યું છે,ને તેનાથી વિશેષ કે,આર્થિક મંદીના કારણે છેલ્લા દસ વર્ષમાં અંડર ગારમેન્ટસ્ના વેચાણનું સ્તર સૌથી નીચું આવ્યું છે પરંતુ તેના સામે મોબાઈલ ફોન,કોસ્મેટીક ઉત્પાદનોના વેંચાણના આંકડાઓ મહાનગરો કરતા નાના શહેરોમાં કંઈક જુદીજ પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે.

ભારતમાં ગારમેન્ટસનું વેચાણ ઘટવાની બાબતને મંદીને કારણ બતાવવામાં આવી રહ્યું છે,રવિશ કુમાર સહિતના પત્રકારોએ સોશિયલ મીડિયા પર લાંબા લચક લેખો લખીને કહ્યું હતું કઈ કી રીતે અંડર ગારમેન્ટસના વેચાણનું ઘટવું ભારતની પડી ભાંગેલી અર્થવ્યવ્સ્થાનો રાઝ ખોલે છે,આ તો ક સામાન્ય ઉદાહરમ હતું પરંતુ આ દેશની કથળેલી અર્થવ્યવસ્થાને ભયાનક બતાવવા માટે લોકોએ કેટલાક પ્રકારની વાતોની ઉપજ કરી હતી,અમેરીકી ફેડરલ રિઝર્વ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા ગ્રીનસ્પેને આ થીયરી આપી હતી કે,કોઈ પણ દેશમાં અંડર ગારમેન્ટ્સનું વધુ વેંચાણ અને ઘટતું વેંચાણ તે દેશની અર્થવ્યવસ્થા નક્કી કરે છે,તે માટે ‘મેન્સ અંડરવેર ઈંડેક્સ’ રજુ કરવામાં આવે છે.

ભારતમાં જુન ક્વાર્ટરમાં ખુબજ ફેમસ ચાર અંડરવેરની કંપનીઓમાં અંડર ગારમેન્ટસના વેંચાણમાં છેલ્લા દશ વર્ષમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે,ભારતનું અંદાજે 28 હજાર કરોડ રુપિયાનું અંડર ગારમેન્ટ્સનું માર્કેટ કપડા માર્કેટનો કુલ 10 ટકાનો ભાગ છે,આતો હતી અંડર ગારમેન્ટસના વેંચાણની વાત,જેને લઈને ખુબજ વધુ પ્રમાણમાં ભયનો માહોલ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

ઓનલીન શૉપિંગ પોર્ટલ એમેઝોન અને ફ્લિપકાર્ટના તાજા આંકડાઓ પર એક નજર કરીએ

શું ખરેખર લોકો પાસે રુપિયા નથી? અથવા તો રુપિયા હોવા છતા પણ તેઓ ખર્ચ કરવા નથી માંગતા? અથવા તો તેઓ કેટલીક ખાસ વસ્તુઓ પાછળ જ પોતાના રુપિયા ખર્ચ કરવા માંગે છે?

આ બાબતે વાત કરતા પહેલા આપણે થોડા આંકડા પર નજર કરી લઈએ,ઓનલાઈન ફેસ્ટિવલ સિઝન શરુ થઈ ચૂકી છે,તહેવારોની શરુઆત થતાની સાથે જ ભારતની બે નામાંકિત ઑનલાઈન એપ્સમાં એક મુકાબલો કરી લઈએ.જેમાં આંકડાઓની લડાઈ હશે.

28 સપ્ટેમ્બર શનિવારની સાંજે 8 વાગ્યે ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડે શરુ થયો,એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ પણ આજ દિવસે બપોરે શરુ થયો,  જો કે પહેલા 12 કલાકો માટે તે માત્ર પ્રાઈમ ઉપભોક્તાઓ માટે હતો,ત્યાર પછી તેને અન્ય યૂઝર્સ માટે પણ ખુલ્લો મુકવામાં આવ્યો.

હવે પહેલા ફ્લિપકાર્ટના આંકડાઓ તરફ જઈએ,ફ્લિપકાર્ટ દરેક વર્ષે ફેસ્ટિવલ સેલનું આયોજન કરે છે,તહેવારોના પ્રંસગે આયોજન થનારા બિગ બિલિયન ડે એ પાછલા વર્ષે 2018મા પણ આયોજન કર્યું હતું,પાછલા વર્ષે મંદીની વાતો પણ નહોતી,અંડર ગારમેન્ટ્સનું વેચાણ પણ બરાબર હતું, છતાં જો પ્રથમ દિવસના વેંચાણની વાત કરીએ તો, ફ્લિપકાર્ટે વર્ષ 2018ના આંકડાઓએ વર્ષ 2019ના આંકડાઓમાં વધારો કર્યો છે,સૌથી મોટી વાત  છે કે  કંપનીએ 10 ટકા કે 25 ટકા વેંચાણનો વધારો નોંધ્યો નથી પરંતુ સીધેસીધો બે ગણું વધુ વેચાણ કર્યું છે, હા,તમે બરાબર જ સાંભળ્યું છે બે ગણો વધારો જ થયો છે, તેની ‘ટ્રાવેલ’ કેટેગરીમાં,કંપનીએ પાછલા વર્ષ કરતા કમાણીમાં 12 ગણો વધારો નોંધાવ્યો હતો.

અને હા હવે આ વાંચતા લોકો આ અંગે અનેક વાતો પણ ફેલાવશે કે, મહાનગરોના લોકો ઑનલાઈન ખરીદી કરતા હશે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં વધુ ખરીદી થતી હશે,અનેક લોકો એમ કહીને ભ્રમ પણ ફેલાવી શકે છે કે,આ આંકડાઓ નાના શહેરોના નથી,પરંતુ મોટા માટા શહેરો અને મહાનગરોના છે

પરંતુ ફ્લિપકાર્ટ મુજબ વન ટાયર શહેરો જ નહી પરંતુ ટૂ ટાયર, થ્રી ટાયર અને ફોર ટાયર શહેરોમાં પણ  ગ્રાહકોની સંખ્યા વર્ષ 2018ની સરખામણીમાં બમણી થઈ ગઈ છે.

 શું હવે અંડર ગારમેન્ટસને લઈને મંદીપર વાત કરનારા લોકો માને છે કે, જનતા પૈસા ખર્ચ કરી રહી છે અને તેમની આર્થિક સ્થિતિ એટલી પણ કથળેલી નથી જેટલો જનતા દાવો કરી રહી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code