કોલકત્તા: નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનો ખુલાસો કર્યો છે. એક સવાલના જવાબમાં મોદી સરકારે કહ્યું છે કે બાંગ્લાદેશના આતંકી જૂથ પશ્ચિમ બંગાળના મદરસાઓનો ઉપયોગ પોતાના નાપાક ઈરાદા માટે કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અમારી પાસે ગુપ્તચર રિપોર્ટ છે કે બર્દવાન અને મુર્શિદાબાદમાં મદરસાઓનો ઉપયોગ કરીને જમાત મુજાહિદ્દીન બાંગ્લાદેશ આતંકવાદીઓની ભરતી કરી રહ્યું છે.
કેન્દ્ર સરકારે જમાત મુજાહિદ્દીન બાંગ્લાદેશને આતંકવાદીઓના સંગઠનની યાદીમાં સામેલ કર્યું છે.
tags:
jmb