“હિંસક દીદી”: પીએમ મોદીને થપ્પડ મારવાનું મમતા બેનર્જીને થાય છે મન!
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી પર જબરદસ્ત હુમલો કર્યો. મમતાએ કહ્યું કે તેમને પીએમ મોદીને થપ્પડ મારવાનું મન કરે છે. મેં આવા જૂઠ્ઠા વડાપ્રધાન ક્યારેય નથી જોયા. જ્યારે ચૂંટણી આવે છે કો રામનામ જપવા લાગે છે. મોદી સરકાર પર જોરદાર હુમલો કરતા મમતાએ કહ્યું, “5 વર્ષ પહેલા તેમણે ‘અચ્છે દિન’ની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ નોટબંધી કરી દીધી. તેઓ બંધારણ પણ બદલી નાખશે. હું બીજેપીના નારાઓમાં વિશ્વાસ રાખતી નથી. પૈસા મારા માટે કોઈ મહત્વ નથી ધરાવતા. પરંતુ, જ્યારે નરેન્દ્ર મોદી બંગાળ આવીને કહે છે કે ટીએમસી લૂંટારાઓથી ભરી પડી છે તો મને તેમને થપ્પડ મારવાનું મન થયું.”
પુરુલિયામાં ટીએમસી સરકારની ઉપલબ્ધિઓ જણાવતા મમતાએ કહ્યું, “શું પીએમ મોદી પુરુલિયાના આદિવાસી ગામો વિશે જાણે છે? અત્યાર સુધી અહીંયા 300 આઇટીઆઇ કોલેજ બનાવવામાં આવી ચૂક્યા છે. દિલ્હીમાં મોદી 5 વર્ષોથી છે. મેં બહુ સંઘર્ષ કર્યો છે. હું જાતને વેચીને રાજકારણ નથી કરતી. હું મોદીથી નથી ડરતી કારણકે હું આ પ્રકારની જિંદગી જ જીવું છું.”
મમતાએ આગળ કહ્યું કે મોદી જેવો જૂઠ્ઠો મેં આજ સુધી જોયો નથી. આસામમાં 22 લાખ બંગાળીઓના નામ કાપી દેવામાં આવ્યા. મહારાષ્ટ્ર અને યુપીમાંથી બિહારીઓને ખદેડવામાં આવ્યા. હવે બંગાળમાં પણ એનઆરસીની વાત કરે છે. મમતાએ કહ્યું કે કુદરતી આપત્તિઓ અને પૂરના સમયમાં મોદી બંગાળ નથી આવતા. કેન્દ્ર સરકાર પર હુમલો કરતા મમતાએ કહ્યું, 12 હજાર ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. યુપીનો ચામડાનો વેપાર બંગાળમાં આવી ગયો છે. ગેસ અને કેબલ ટીવીના ભાવોમાં વધારો થયો છે. તેઓ ફક્ત દંગાઓ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોને ધર્મના આધારે વહેંચે છે.
મમતાના થપ્પડવાળા નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું, આજે મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ પીએમ મોદીને થપ્પડ મારશે. આ ટીકાપાત્ર નિવેદન છે. પ્રિયંકા ગાંધીએ પણ આજે વાંધાજનક નિવેદન આપ્યું. બે દિવસ પહેલા પીએમએ કોંગ્રેસને ભૂતકાળની એક વાત યાદ અપાવી હતી. તેમણે કહ્યું, વિપક્ષ સતત ગાળાગાળી કરી રહ્યું છે. આ તેમની હાર અને હતાશા દર્શાવે છે. પીએમએ કોંગ્રેસને એક ચેલેન્જ આપ હતી, અમે તેને દોહરાવી રહ્યા છીએ. કોંગ્રેસ પોતાના ભૂતકાળને લઇને જે મંચ પર ઇચ્છે ત્યાં ચર્ચા કરી લે. બલૂનીએ કહ્યું, હવે બોફોર્સ, ભ્રષ્ટાચાર અને શીખ રમખાણોની વાત કરવી ખોટું જણાવવામાં આવી રહ્યું છે.