- કાળ મુખા કોરોના નો કહેર યથાવત
- કોરોના ના નવા લક્ષણો આવ્યા સામે
- દરેક વ્યક્તિએ સતર્ક રહેવાની જરૂર
મુંબઈ: દેશમાં કોરોના નો કહેર યથાવત છે ત્યારે દિન પ્રતિદિન કોરોના ના કેસમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે કોરોના ના ઘણા લક્ષણો સામે આવી રહ્યા છે. ઘણા લોકો તેના લક્ષણોને સમજી રહ્યા છે, અને ઘણા લોકોને કોઈ લક્ષણો વગર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
સામાન્ય રીતે કોરોના વાયરસનાં લક્ષણો દેખાતાં 2 થી 14 દિવસ લાગે છે. તાવ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા ઘણાં સામાન્ય લક્ષણો છે. તો બીજી તરફ, ઘણા કેસ એવા સામે આવ્યા છે, જે કોઈ પણ પ્રકારના લક્ષણોને સમજી શક્યા નથી અને ટેસ્ટ કરાવવા પર પોઝિટીવ મળ્યા છે. તેથી, દરેક વ્યક્તિએ સતર્ક રહેવાની ખૂબ જ જરૂર છે. હાલમાં કોરોના ના કેટલાક નવા લક્ષણો સામે આવ્યા છે.
કોરોના વાયરસના આ નવા લક્ષણો આવ્યા સામે
નેશનલ હેલ્થ સર્વિસ એ નવી એડવાઇઝરી જારી કરી છે. જેમાં 4 નવા લક્ષણો બતાવવામાં આવ્યા છે.
આંખની સમસ્યા
આંખના લક્ષણો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. આ લક્ષણ ફક્ત ગંભીર સ્થિતિમાં જ સામે આવે છે. આમાં આંખોમાં ખંજવાળ, સોજો આવવો, આંખ લાલ થઇ જવી, આંખોની આજુબાજુની નસોમાં સોજો અથવા આંખોમાંથી પાણી વહેવું વગેરેનો સમાવેશ થાય છે.
ખાંસીની સમસ્યા
ખાંસી આવી તેને પણ કોરોનાનું એક લક્ષણ માનવામાં આવે છે. પરંતુ યુકેના એક સર્વે મુજબ, એવું જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ સંક્રમિત તમામ દર્દીઓમાં એક કલાકથી લઈને ચાર કલાક સુધી સતત ઉધરસ રહે છે. તેથી, સતત ઉધરસ આવવી એ પણ કોરોનાનું લક્ષણ છે.
વધુ બેચેન રહેવું
ઘણી વાર કોઈ તણાવ અથવા બંધ રૂમમાં બેસીને રહેવાથી પણ લોકોને બેચેની ની સમસ્યા રહે છે. એનએચએસની એડવાઇઝરી મુજબ, ઘણા લોકો માથાનો દુખાવો, થાક તેમજ અગવડતા અને મૂંઝવણનો સામનો કરી રહ્યા છે.
ચહેરાનો રંગ બદલાવવો
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની સ્કીનમાં પરિવર્તન આવવું એ પણ કોરોના વાયરસનું લક્ષણ હોવાનું કહેવાયુ છે. આ લક્ષણ સૌથી વધુ યુવાનોમાં જોવા મળે છે. આમાં દર્દીના સ્કીનમાં ફોલ્લીઓ,સોજો અથવા પગમાં ઘા હોવાની સમસ્યા હોય છે.
_Devanshi