- ટાટામાં 1.8 લાખ કરોડનું રોકાણ કરી શકે છે વોલમાર્ટ
- ટાટાની સુપર એપ ડિસેમ્બર સુધીમાં થશે લોન્ચ
- સુપર એપનું વેલ્યુએશન 50 થી 60 અબજ ડોલર હોઈ શકે છે
- રિલાયન્સ અને એમેઝોનને મળશે ટક્કર
મુંબઈ: દેશના રિટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે. પ્રથમ રિલાયન્સ રિટેલમાં કેકેઆર સહિત કેટલાક વિદેશી રોકાણકારોએ હિસ્સો ખરીદ્યો હતો. હવે ટાટા ગ્રુપ પણ સુપર એપ દ્વારા છૂટક વ્યવસાયમાં દસ્તક દેવા આવી રહ્યું છે. આ માટે ટાટાએ સંભવિત રોકાણકારોની શોધ શરૂ કરી દીધી છે. એક રીપોર્ટ મુજબ ટાટા ગ્રુપની સુપર એપમાં રોકાણ કરવા અમેરિકાના વોલમાર્ટ સાથે વાતચીત ચાલી રહી છે. વોલમાર્ટ ઇન્ક સુપર એપમાં 20 થી 25 અબજ ડોલર (લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા) નું રોકાણ કરી શકે છે.
ખરીદી શકે છે મોટો હિસ્સો
સુપર એપ માટે નાણાં એકત્ર કરવાની પ્રક્રિયામાં વોલમાર્ટ જેવા મોટા પ્લેયરનું નામ આવવું એ એક મોટી વાત છે. ખરેખર, આ ફંડને બદલે ટાટા ગ્રુપ રોકાણકારોને સુપર એપમાં મોટો હિસ્સો આપશે. આ પહેલા વોલમાર્ટે વર્ષ 2018 માં ફ્લિપકાર્ટમાં 66 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જો વોલમાર્ટ સાથે ટાટાની ડીલ થાય છે, તો તે નિશ્ચિત રૂપથી રીટેલ સેકટર માટે સારા સમાચાર છે.
જોઈન્ટ વેન્ચર હેઠળ થઇ શકે છે લોન્ચ
મીડિયા રીપોર્ટસ મુજબ, ટાટા ગ્રુપ તેના સુપર એપ વોલમાર્ટ સાથે જોઈન્ટ વેન્ચરના રૂપમાં લોન્ચ કરી શકે છે. અહેવાલો મુજબ, વોલમાર્ટે આ ટ્રાન્જેકશન માટે ગોલ્ડમેન સૈશેને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે નિયુક્ત કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપર એપનું વેલ્યુએશન 50 થી 60 અબજ ડોલર હોઈ શકે છે. વોલમાર્ટ સિવાય ટાટા ગ્રુપ અન્ય રોકાણકારો સાથે પણ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ટાટાની સુપર એપ ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
એમેઝોન અને રિલાયન્સને મળશે ટક્કર
રિટેલ કારોબારમાં હાજર વર્તમાન યુગમાં એમેઝોનને સૌથી મોટો પ્લેયર માનવામાં આવે છે. ત્યારબાદ રિલાયન્સ જે રીતે રિટેલ કારોબારનો વ્યાપ વધારી રહી છે, એવું માનવામાં આવે છે કે રિલાયન્સ એમેઝોનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યું છે. હવે રિટેલ કારોબારમાં ટાટાના પ્રવેશ સાથે ત્રીજો હરીફ પણ એમેઝોન અને રિલાયન્સ સામે ઉભો રહેશે. જો કે, ગ્રાહકો માટે તે સારી બાબત છે કે કારણ કે કોમ્પીટીશનને કારણે લોકોને સામાન સસ્તો મળશે, તો રોજગારની તકોમાં પણ વધારો થશે.
_Devanshi