લોકડાઉન બાદ ખુલ્યુ વૃંદાવનનું ‘પ્રેમ મંદિર’ – કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો કરી શકશે દર્શન
- લોકડાઉન બાદ ફરી ખુલ્યું વૃંદાવનનું ‘પ્રેમ મંદિર’
- કોરોના ગાઈડલાઈન પ્રમાણ ભક્તો કરી શકશે દર્શન
- પ્રથમ ખુબ ઓછી સંખ્યા ભક્તો જોવા મળ્યા હતા
મથુરાના વૃંદાવન સ્થિત પ્રેમ મંદિરનું દ્રાર આજથી સામાન્ય નાગરીકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ મંદિરના જનલસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ 19ની ગાઈડલાઈન હેઠળ મંદિરોમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, આજે પ્રથમ દિવસે ખુબ જ ઓછી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ આવ્યા હતા.
સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઇન કરવાની ફરજદ પડી હતી જેમાં અનેક ઘાર્મિક સ્થળોને પણ બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે 8 મહિનાના લાંબા સમયગાળા બાદ મથુરા વ-દાવનનું આ પ્રેમ મંદિર આજે ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. બાકેબિહારીના ભક્તો વધુ કરીને આ પ્રેમ મંદિરના દરશાનાથે આવતા હોય છે,અહીની ભવ્યતા લોકોને મંત્રમૃગ્ધ કરે છે.
આઠ મહિનાના લાંબા સમયગાળા બાદ પ્રેમમંદિર ખોલવામાં આવતા લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી .અહીં સવારે 8 વાગ્યેને 30 મિનિટે બપોરે 12 વાગ્યે અને સાંજે 4 વાગ્યેને 30 મિનિટથી લઈને રાતે 8 વલાગ્યેને 30 મિનિટ સુધી દર્શન કરી શકાશે. આટલા સમગાળઆ અંદર મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.
માર્ચ મહિનાથી આ મંદિર કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે હવે શ્રી બાકેબિહારી ,શ્રીરાધારમણ અને શ્રીરંગ મંદિરના દ્રારા ખોલમાં આવ્યા છે
પ્રેમ મંદિરની ભવ્યતા અને કલાત્મકતા જોવા લાયક છે. મંદિરના પરિસરમાં બગીચા, ફુવારા, શ્રી કૃષ્ણ અને રાધાની મનમોહક મૂર્તિઓ, શ્રીગોવર્ધન ધારણ લીલા, કાલિયા નાગ દમણ લીલા, ઝુલન લીલા જોવા મળી રહી છે.
સાહીન-