જર્મનીમાં ઉગ્રપંથી દક્ષિણપંથીઓની સંખ્યા વિક્રમજનક સ્તર પર વધી, ડાબેરી-ઈસ્લામિક કટ્ટરપંથીઓમાં પણ વધારો
દર વર્ષે જર્મનીની ડોમેસ્ટિક ઈન્ટેલિજન્સ એજન્સી દેશની સુરક્ષા સ્થિતિ પર અહેવાલ આપે છે. તાજેતરના અહેવાલ મુજબ, રજિસ્ટર્ડ ઉગ્ર દક્ષિણપંથીઓની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ગૃહ પ્રધાન હોર્સ્ટ જેહોફર દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ મુજબ, કુલ રજિસ્ટર્ડ ઉગ્ર દક્ષિણપંતીઓમાં અડધોઅડધ એટલે કે 12700 હિંસા માટે તૈયાર જણાવવામાં આવે છે. જેહોફરે કહ્યુ છે કે આ લોકોના અતિ હથિયાર પ્રેમના કારણે સંખ્યા ચિંતાજનક છે. ગુપ્તચર એજન્સીએ કહ્યુ છે કે ફેડરલ જર્મનીના અસ્તિત્વને નકારનારા રાઈસબુર્ગરની સંખ્યા વધીને 19000 થઈ ગયા છે. જેમાંથી એક હજાર ઉગ્રપંથી છે. દેશમાં સક્રિય આઈડેન્ટિટી મૂવમેન્ટના સદસ્યોને ગૃહપ્રધાને બૌદ્ધિક આગચંપી કરનારા ગણાવવામાં આવે છે. આ લોકો અત્યાર સુધી તો હિંસક નથી, પરંતુ ખતરનાક છે.
રિપોર્ટ પ્રમાણે, રાજકારણ પ્રેરીત દક્ષિણપંથી હિંસક ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગત વર્ષ તેની સંખ્યા 19409 રહી હતી. તેનાથી વિપરીત ઉગ્ર દક્ષિણપંથી હિંસા 2017ના 105થી વધીને 1088 થઈ ગયા હતા. હોર્સ્ટ જેહોફરે કાસેલના કાઉન્ટી પ્રમુખ વાલ્ટર લુબકેની હત્યાની પણ ચર્ચા કરી છે. સંકાસ્પદ આરોપીએ આ ઘટનાક્રમ વચ્ચે અપરાધને કબૂલી લીધો છે અને પોલીસે અન્ય બે લોકોની ધરપકડ કરી છે. તેમના પર હત્યામાં મદદ કરવાની આશંકા છે. લુબકેની લાશ તેમના ઘરની બહાર મળી હતી.
ચાન્સેલરની સીડીયૂ પાર્ટીના સદસ્ય લુબકે પોતાના અપ્રવાસીઓના સમર્થક વિચારો માટે જાણતા હતા અને તેની હત્યાને જર્મનીમાં વિદેસીઓ વિરુદ્ધ વિદ્વેષની ભાવનાને પ્રસાર સાથે સાંકળીને જોવાઈ રહ્યો છે. તેમની હત્યા બાદ પાર્ટીની અંદર પણ ગરમદળ અને નરમદળ વચ્ચે ચર્ચા વધુ તેજ થઈ ચુકી છે.
ગુપ્તચર એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ઈસ્લામી અને ડાબેરી કટ્ટરપંથીઓની સંખ્યામાં પણ થોડો વધારો થયો છે. ડાબેરી ઉગ્રપંથીઓની સંખ્યા વધીને 32 હજાર થઈ છે, જેમાં હિંસક લોકોની સંખ્યા લગભગ 9000 છે. જેહોફર પ્રમાણે, ઈસ્લામિક કટ્ટરપંથનો ખતરો પહેલાની જેમ ગંભીર છે. ઈસ્લામિક કટ્ટરપંથના ટેકેદાર લોકોના આંકડો લગભગ 11300 માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓની નજરમાં લગભગ 1000 એવા લોકો છે કે જે જર્મનીથી સીરિયા અને ઈરાક ગયા હતા અને તેમાથી અડધાએ ત્યાં લડાઈમાં ભાગ લીધો હતો અથવા સ્થાનિક સંગઠનોને મદદ કરી હતી. તેમાંથી એક તૃતિયાંશ પાછા ફર્યા છે અને જર્મની માટે ગંભીર સુરક્ષા ખતરો છે.
શરણાર્થી સંકટના શિખર પર જર્મનીમાં કટ્ટર દક્ષિણપંથનો ઝડપી ઉદય શરૂ થયો હતો. ચાન્સેલર અંગેલા મર્કેલના અનુદારવાદી ખ્રિશ્ચિયન ડેમોક્રેટિક યૂનિયની જમણી બાજૂમાં ઉભરેલી એએફડી પાર્ટી આ ઘટનાક્રમ વચ્ચે માત્ર દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સંસદમાં પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે. એક તરફ જર્મનીમાં વધતા કટ્ટર દક્ષિણપંથ અને તેની વિરુદ્ધ રાજકીય લડાઈ છે, તો બીજી તરફ દેશમા ઉગ્ર દક્ષિણપંથના વધવાનો ખતરો છે.