1. Home
  2. revoinews
  3. બોલિવૂજના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલઃ પત્ની સાયરાબાનો એ સ્વાસ્થ્ય અંગે જાણ કરી
બોલિવૂજના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલઃ પત્ની સાયરાબાનો એ સ્વાસ્થ્ય અંગે જાણ કરી

બોલિવૂજના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલઃ પત્ની સાયરાબાનો એ સ્વાસ્થ્ય અંગે જાણ કરી

0
Social Share
  • મશહૂર અભિનેતા દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ
  • પત્ની શાયરા બાનોએ સ્વાસ્થ અંગે જાણકારી આપી

મુંબઈઃ- બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આરોગ્ય સંબંધી બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે, આ સાથે જ તેમની પત્ની શાયરા બાનોએ તેમની તબિયત અંગે જાણકારી આપતા કહ્યું છે કે હાલ તેમની તબિયતમાં સુધાર છે.

સાયરા બાનોએ દિલીપ કુમારના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા કહ્યું કરે, તેમની હેલ્થને જોતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુરત અનુભવાઈ, જો કે હાલ તેમની તબિ.તમાં સુધાર છે, હવે તેમની તબિયક તદ્દન સારી છે, ડોક્ટર તેમનું નિયમિત રુપે ચેકઅપ કરી રહ્યા છે.

સાયરા બાનો એ કહ્યું કે, દિલીપ કુમાર સાહેબ જલ્દીથી સાજા થઈ રહ્યા છે, અને આજરોજ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવશે, દિલીપ કુમારે તાજેતરમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર કોરોના મહામારીમાં દરેકને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, તેમણે લખ્યું હતુ કે દરેક લોકો સુરક્ષિત રહો

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમાર બોલિવૂડના વિતેલા દાયકાઓનું જાણીતું નામ છે, તેઓ તેમની શાનદાર એક્ટિંગને લઈને દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે, આજે પણ અનેક ચાહકો તેમના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી રહ્યા છે, હાલ અભિનેતા દિલીપ કુમારે 98 વર્ષ ચાલી રહ્યું છે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code