નોઈડા: યુપીના નોઈડા શહેરમાં આઠ વર્ષની બાળકી સાથે બલાત્કાર કરવાના મામલામાં એક સ્થાનિક અદાલતે મૌલવીને કુલ 23 વર્ષ કેદની સજા ફટકારી છે. દોષિત પર 2.10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ગત વર્ષ મદરસામાં બાળકી સાથે બળાત્કારના મામલામાં મૌલવીને ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, મૌલવીને સજા અપાવવામાં પીડિત બાળકીની ગવાહી મહત્વપૂર્ણ રહી હતી.
2018માં બિહારના કિશનગંજના વતની મૌલવી પર બાળકીના બળાત્કારનો આરોપ લાગ્યો હતો. આ બાબતે નોઈડા સેક્ટર-49માં પોલીસ સ્ટેશનમાં પીડિતાના પરિવારજનોએ મૌલવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. અહેવાલ પ્રમાણે, પીડિતા ગત વર્ષ 13 જાન્યુઆરીએ સેક્ટર-49 કોતવાલીના બરૌલા ખાતેની મદરસામાં એક બાળકી ભણવા ગઈ હતી. ત્યાં મૌલવીએ બાળકીની સાથે બળાત્કાર કર્યો હતો. બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ મામલાની સુનાવણી કોર્ટમાં થઈ તો પીડિતાએ આરોપી મૌલવીની ઓળખ કરી અને આખી ઘટના બાબતે જણાવ્યું હતું. મેડિકલ ટેસ્ટમાં પણ બાળકી સાથે બળાત્કારની પુષ્ટિ થઈ હતી. આના પર સાક્ષીઓ અને પુરાવાના આધારે સેશન ન્યાયાધીશ અને વિશેષ ન્યાયાધીશ (યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ-2012) વિનોદસિંહ રાવતની કોર્ટે મૌલવીને બળાત્કાર અને પોક્સો એક્ટ તથા અન્ય કલમો હેઠળ દોષિત માન્યો છે. મૌલવીની વય 24 વર્ષની છે અને પરિસ્થિતિને જોતા કોર્ટે તેને બળાત્કાર અને પોક્સો એક્ટના આરોપમાં દશ-દશ વર્ષની સજા ફટકારી છે અને તેનીસાથે 2.10 લાખ રૂપિયા દંડ ભરવાનો પણ આદેશ કર્યો છે.
મૌલવીને બાળકીની છેડતીના આરોપમાં પણ ત્રણ વર્ષની કેદની સજા અને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. તમામ સજાઓ એકસાથે ચાલશે. બળાત્કારી મૌલવી હાલ જેલમાં છે અને જેલમાં વિતાવવામાં આવેલો સમય સજામાં સામેલ કરવામાં આવશે.