અમેરિકાએ કહ્યુ, ભારતનો ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ યોગ્ય નિર્ણય અને 5જી મિશનમાં ભારત જોડાય
નવી દિલ્લી: ચીનની ગલવાન ઘાટીની ભૂલ પછી ભારત ચીનને ઝટકા પર ઝટકા આપી રહ્યું છે અને હવે અમેરિકામાં પણ આ મેદાનમાં પાછળ નથી. અમેરિકાએ પણ ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે અને કહ્યું કે 5જી નેટવર્કના વિકાસમાં ભારત જોડાય.
ભારતે 2 સપ્ટેમ્બરે જ વધારે 118 એપ્લિકેશનના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો છે અને ભારતના આ નિર્ણયનું અમેરિકાએ સમર્થન કર્યું છે. અમેરિકાએ ભારતના આ પગલાને મહત્વનું બતાવ્યું છે.
અમેરિકાની સરકારમાં ઈકોનોમિક ગ્રોથ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી કીથ રોચએ નિવેદન આપતા જણાવ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી 5જી ટેક્નોલોજી દ્વારા વિશ્વને નુક્સાન પહોંચાડવામાં લાગી છે અને આવા સમયમાં અમે ભારત જેવા દેશોને અપીલ કરીએ છે કે 5જી નેટવર્કના નિર્માણમાં તેઓ અમારી સાથે જોડાય.
જો કે અમેરિકા વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ બુધવારે અમેરિકાની એક યુનિવર્સિટીમાં અને અન્ય કંપની સાથે વાર્તાલાપ કર્યો, આ વાર્તાલાપ દરમિયાન કહ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અમેરિકાની ફ્રિડમ ઓફ સ્પીચને ખતમ કરવા માગે છે અને આડકતરી રીતે અમેરિકામાં રોકાણ કરવા માગે છે જેથી તે પોતાનો પગપેસારો કરી શકે.
.@State_E Keith Krach: The CCP is trying to leverage 5G-enabled technology to create and export George Orwell’s version of “1984” into the 21st century. India has already banned 100+ Chinese apps. We call on all freedom-loving nations and companies to join The Clean Network. pic.twitter.com/Ow2z0OErLA
— Department of State (@StateDept) September 2, 2020
અમેરિકા દ્વારા પહેલા પણ ચીનની કેટલીક એપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને હવે વધારે 118 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મુદ્દે અમેરિકા પણ ચીનને ફટકો મારી ચુક્યું છે અને ચીન પર ભારતને હેરાન કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
.@SecPompeo discusses how the State Department is alerting American universities of the threats the Chinese Communist Party poses to academic freedom, human rights, and university endowments. pic.twitter.com/N2302ePg0y
— Department of State (@StateDept) September 2, 2020
ચીનની 5 જી કંપનીઓ પર યુ.એસ. દ્વારા કામ કરવા પર પહેલેથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ ભારતે પણ આ મુદ્દાઓ પર કડક વલણ અપનાવ્યું હતું. આ જ કારણ છે કે ચીન ભારત અને અમેરિકાની મિત્રતાથી નારાજ છે.
_Vinayak