1. Home
  2. revoinews
  3. અમેરિકન સંગઠને કબૂલ્યું, કલમ-370એ જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન કરી હતી તૈયાર
અમેરિકન સંગઠને કબૂલ્યું, કલમ-370એ જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન કરી હતી તૈયાર

અમેરિકન સંગઠને કબૂલ્યું, કલમ-370એ જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન કરી હતી તૈયાર

0
Social Share
  • કલમ-370 હતી જમ્મુ-કાશ્મીરમાં હિંસા-આતંકનું કારણ
  • અમેરિકન સંગઠને કલમ-370 અસરહીન કરવાનું કર્યું સમર્થન
  • કાશ્મીર ઓવરસીઝ એસોસિએશન દ્વારા નિર્ણયનું સ્વાગત

વોશિંગ્ટન: એક ટોચના કાશ્મીરી-અમેરિકન સંગઠનનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ-370 અને 35-એ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન તૈયાર થઈ હતી. બુધવારે સંગઠને દાવો કર્યો હતો કે દુષ્પ્રચાર કરનારા લોકોનું એક જૂથ આ જોગવાઈઓને રદ્દ કરવા બાબતે ખોટી માહિતી અને ભ્રમ ફેલાવી રહ્યું છે. પ્રભાવશાળી કાશ્મીરી ઓવરસીઝ એસોસિએશન (કેએઓ)નું કહેવું છે કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ-370 અને 35-એને રદ્દ કરવા સંદર્ભે ખોટી માહિતી પ્રાપ્ત પ્રેસ અને દુષ્પ્રચાર કરનારા લોકો દ્વારા ઘણો ભ્રમ, ખોટી જાણકારી અને ડર ફેલાવાઈ રહ્યો છે.

કાશ્મીરી સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા અમેરિકા ખાતેના સંગઠને કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં રહેતા લોકો માટે ઈન્ટરનેટ અને ફોન લાઈ બંધ કરવા જેવા કોઈપણ તથાકથિત અન્યાયની નિંદા કરવી મનુષ્ય સ્વભાવ છે. પરંતુ ગત 70 વર્ષોથી ક્ષેત્રમાં આપણે લઘુમતીઓનું ભાગ્ય નક્કી કરનારી આ જોગવાઈઓની અસરને સમજવી પણ સમજદારી છે.

તેણે કહ્યુ છે કે અસ્થાયી અનુચ્છેદ-370 અને 35-એ તમામ મૂળ નિવાસી કાશ્મીરી લઘુમતીઓ સૂફી મુસ્લિમો, શિયા મુસ્લિમ, અહમદી મુસ્લિમ, દલિતો, ગુજ્જરો, કાશ્મીરી પંડિતના નામથી ઓળખાતા કાશ્મીરી હિંદુઓ, કાશ્મીરી શીખ અને બૌદ્ધ વિરુદ્ધ અત્યાધિક ભેદભાવપૂર્ણ હતા. કેએઓનું કહેવું છે કે અનુચ્છેદ-370 અને 35-એએ કાશ્મીરમાં સ્વતંત્ર હિંસા માટે જમીન તૈયાર કરી.

તેમનું કહેવું છે કે ઘાટીમાં દશકાઓ સુધી ધમકી અને અત્યાચારનું અભિયાન ચાલ્યું તથા વહાબીવાદ દ્વારા ઈસ્લામની અનૈતિક વ્યાખ્યાને વધારે પ્રભાવ સાથે 80ના દશકમાં પરિસ્થિતિને વધારે ખરાબ કરવાનું કામ કર્યું. તેણે કહ્યુ છે કે પાકિસ્તાન સીમાપાર આતંકી જૂથોનું ફંડિંગ કરી, તેને હથિયારોથી સજ્જ કરી તથા તાલીમ આપીને આવી સ્થિતિનો ફાયદો ઉઠાવવામાં કામિયાબ રહ્યું છે.

19 જાન્યુઆરી-1990ની રાત્રિએ આ બધું ચરમસીમાએ પહોંચ્યું હતું. કેઓએનું કહેવું છે કે મસ્જિદોના લાઉડસ્પીકરો દ્વારા આતંકવાદીઓએ લઘુમતીઓ માટે નફરત ભરેલા શબ્દો કહ્યા હતા. ધર્મપરિવર્તન કરો, અથવા સ્થાન છોડો કે મરો અને મહિલાઓને ઘર પર છોડો અને પુરુષોને આતંકવાદ માટે મોકલો જેવા સૂત્રો ગુંજવા લાગ્યા હતા. બાદમાં કાશ્મીરી હિંદુઓના મકાનો પર પોસ્ટર ચિપકાવીને તમને કાશ્મીર ખીણમાંથી તાત્કાલિક ચાલ્યા જવા અથવા પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવી હતી.

કેઓએનો દાવો છે કે કલમ-370ના કારણે સરકાર મૂકદર્શક બની રહી. તેણે કહ્યુ છે કે અમને આતંકવાદની ભયાનકતા સહન કરવા માટે છોડી દેવામાં આવ્યા. જેમા અમારા પરિવારના સદસ્યોની હત્યાઓ અને મહિલાઓના બળાત્કાર પણ સામેલ છે. અમારા સમુદાયના સદસ્યોની નૃશંસ હત્યાઓ કરવામાં આવી, ઘણાં મકાનો, કારોબાર અને મંદિર ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા હતા. અમારે અમારા જ દેશમાં શરણાર્થી બનવું પડયું, કેટલીક મલિન શરણાર્થી શિબિરોમાં રહેવા માટે મજબૂર બનવું પડયું.

કેઓએનું કહેવું છે કે તેનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી જોગવાઈઓના હટવાથી તમામને સમાન અવસરો મળશે અને લડાખ જેવા ક્ષેત્રોને વિકાસનો મોકો મળશે કે જેને લાંબા સમયથી અવગણવામાં આવ્યા છે. તેણે કહ્યુ છે કે આ અનુચ્છેદોને હટાવવાથી કાશ્મીર ખીણમાં આતંકવાદને ખતમ કરવામાં અને મહિલાઓના સશક્તિકરણમાં મદદ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code