1. Home
  2. revoinews
  3. UNGAમાં ટ્રમ્પનું સંબોધન: ઈરાન, ઉ.કોરિયા, કાશ્મીર, ચીન, હોંગકોંગ, ટ્રેડવોર, માઈગ્રેશન, ધાર્મિક સ્વતંત્રતા, ડાબેરી વિચારધારા મુદ્દે કરી વાત
UNGAમાં ટ્રમ્પનું સંબોધન: ઈરાન, ઉ.કોરિયા, કાશ્મીર, ચીન, હોંગકોંગ, ટ્રેડવોર, માઈગ્રેશન, ધાર્મિક સ્વતંત્રતા, ડાબેરી વિચારધારા મુદ્દે કરી વાત

UNGAમાં ટ્રમ્પનું સંબોધન: ઈરાન, ઉ.કોરિયા, કાશ્મીર, ચીન, હોંગકોંગ, ટ્રેડવોર, માઈગ્રેશન, ધાર્મિક સ્વતંત્રતા, ડાબેરી વિચારધારા મુદ્દે કરી વાત

0
Social Share
  • હોંગકોંગમાં જે થઈ રહ્યું છે, આશા છે કે ચીન ત્યાં સંધિનું પાલન કરશે :  ટ્રમ્પ
  • અમારા ઘણાં દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ચુક્યા છે, અમેરિકા શાંતિ ચાહે છે :  ટ્રમ્પ
  • દુનિયાના 80 ટકા દેશોમાં ધાર્મિક આઝાદી યા તો ખતમ કરી દેવાઈ છે, અથવા ખતરામાં છે :  ટ્રમ્પ

ઈરાન આતંકવાદમાં દુનિયામાં પહેલું, વધુ કડક કરાશે પ્રતિબંધ:  ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરી છે. તે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઘમાં મુદ્દાઓ પર બોલતા ઈરાનને દુનિયા માટે ખતરો ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે ઈરાન આતંકવાદમાં દુનિયાનો નંબર વન દેશ છે. સાઉદી અરેબિયાના ખનીજતેલના ઠેકાણા પર હુમલામાં પણ ઈરાન સામેલ રહ્યું છે. અમેરિકા ઈરાન પર વધુ આકરા પ્રતિબંધ લગાવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે દરેકને પોતાની સરહદોની સુરક્ષા કરવાનો અધિકાર છે.

જમ્મુ-કાશ્મીર મામલે ટ્રમ્પની મધ્યસ્થતાની પેશકશ

આ પહેલા પત્રકારો સાતેની વાતચીતમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરને લઈને મધ્યસ્થતાની વાત કહી છે. યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે હું ભારત અને પાકિસ્તાનની મદદ કરવા ચાહું છું. મને લાગે છે કે એક હદ સુધી તે મારી મદદ લેશે. પરંતુ બંને દેશોએ આ વાત માટે રાજી થવું પડશે. બંને દેશોના વિચાર આ મામલાને લઈને અલગ-અલગ છે. મને આ વાતની ચિંતા છે. ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદને ઉકેલવાની કોશિશ કરી છે. જો કે ભારત ટ્રમ્પની મધ્યસ્થતાની પેશકશને નામંજૂર કરી ચુક્યું છે.

મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની સાથેની મુલાકાતમાં ફરી એકવાર કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની પેશકશ કરી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે જો બંને પક્ષ તૈયાર હોય, તો જ મધ્યસ્થતા શક્ય છે. યુએનમાં સંબોધન બાદ અને ઈમરાન સાથેની મુલાકાતના એક દિવસ બાદ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થવાની છે.

ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયાર કરવા પડશે ખતમ

ટ્રમ્પે કહ્યુ છે કે અમારા ઘણાં દુશ્મન હવે દોસ્તમાં બદલાઈ ચુક્યા છે. અમેરિકા શાંતિ ચાહે છે. તેની સાથે જ તેમણે ઉત્તર કોરિયાને લઈને કહ્યુ કે ઉત્તર કોરિયા સાથે વાતચીત થઈ રહી છે. તેમણે પરમાણુ હથિયારો સમાપ્ત કરવા પડશે.

માઈગ્રેશનને લઈને ટ્રમ્પે વ્યક્ત કરી ચિંતા

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ગેરકાયદેસર પ્રવાસીઓ આપણા માટે મોટો પડકાર છે. મોટા સ્તર પર માઈગ્રેશન ખતરનાક છે. માઈગ્રેશનથી પોતાની સીમાઓની સુરક્ષા કરવાનો દરેક દેશને અધિકાર છે. માનવ તસ્કરી એક મોટી સમસ્યા છે.

વેનેઝુએલા પર સાધ્યું નિશાન

ટ્રમ્પે વેનેઝુએલા પર પ્રહાર કરતા કહ્યુ છે કે વેનેઝુએલામાં એક ભ્રષ્ટ ડાબેરી સરકાર છે, ક્યૂબામાં રાષ્ટ્રપ્રમુખ મદુરોની મદદ કરી રહી છે. અમેરિકા વેનેઝુએલાના લોકો સાથે ઉભું છે.

હોંગકોંગમાં જે થઈ રહ્યું છે, આશા છે કે ચીન ત્યાં સંધિનું પાલન કરશે :  ટ્રમ્પ

અમારા ઘણાં દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ચુક્યા છે, અમેરિકા શાંતિ ચાહે છે :  ટ્રમ્પ

દુનિયાના 80 ટકા દેશોમાં ધાર્મિક આઝાદી યા તો ખતમ કરી દેવાઈ છે, અથવા ખતરામાં છે :  ટ્રમ્પ

ગેરકાયદેસર પ્રવાસી આપણા માટે મોટો પડકાર છે, મોટા સ્તર પર માઈગ્રેશન ખતરનાક છે :  ટ્રમ્પ

અમેરિકા ક્યારેય પણ સમાજવાદ અને ડાબેરીઓને પસંદ કરશે નહીં:  ટ્રમ્પ

સમાજવાદ અને ડાબેરી વિચારધારાએ દુનિયામાં લાખોના જીવ લીધા છે :  ટ્રમ્પ

માઈગ્રેશનથી પોતાની સીમાઓની સુરક્ષા કરવાનો દરેક દેશને અધિકાર :  ટ્રમ્પ

માનવ તસ્કરી સૌથી મોટી સમસ્યામાંથી એક :  ટ્રમ્પ

ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયાર સમાપ્ત કરવા પડશે :  ટ્રમ્પ

ઈરાન આતંકવાદમાં દુનિયામાં નંબર એક દેશ :  ટ્રમ્પ

અમેરિકામાં બેરોજગારી ઘટી

ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકામાં વિભિન્ન સમુદાયોની બેરોજગારીના દરમાં ઘણો ઘટાડો થયો છે. અમેરિકામાં ખોટી નીતિઓના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં લગભગ 15 લાખ નોકરીઓ પર અસર પડી છે.

કેનેડા-મેક્સિકો સાથે નવી ટ્રેડ ડીલ

ટ્રમ્પે કહ્યુ છે કે કેનેડા અને મેક્સિકોની સાથે નવી ટ્રેડ ડીલ પર કામ થઈ રહ્યું છે. બ્રિટનની સાથે પણ વાત ચાલી રહી છે.

ચીન સાથે ટ્રેડવોર પર વાત

ચીને રિફોર્મને લાગુ કરવાથી ઈન્કાર કર્યો છે. ચીને કરન્સી સાથે છેડછાડની, ઈન્ટેલેક્ચ્યૂલ પ્રોપર્ટીની ચોરી કરી છે. ટ્રમ્પે કહ્યુ છે કે મે આવા પ્રકારની નીતિઓ પર કાબુ કરવા માટે ચીનના સામાનો પર મોટો ટેરિફ લગાવ્યો છે. પહેલા આવા પ્રકારની ચીજો પર કામ કરવામાં આવ્યું ન હતું.

સોશિયલિઝમ, કમ્યુનિઝમથી ગરીબી નહીં હટે, તેના કારણે એક સદીમાં 10 કરોડ લોકો મોતને ભેંટયા: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કમ્યુનિસ્ટ વિચારધારાને આડે હાથ લેતે કહ્યુ છે કે આના કારણે 10 કરોડ લોકો માર્યા ગયા છે. વેનેઝુએલામાં આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યુ છે કે ત્યાં મહિલાઓને ભોજન માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહેવુ પડે છે.

ટ્રમ્પે કહ્યુ છે કે વેનેઝુએલાની પરિસ્થિતિ આપણે જણાવે છે કે સોશલિજ્મ અને કમ્યુનિજ્મથી ગરીબી દૂર કરી શકાય નહીં અને આ માત્ર એક વર્ગ માટે સત્તાનું માધ્યમ છે. અમેરિકા ક્યારેય સોશલિસ્ટ દેશ નહીં હોય. તેમણે કહ્યુ છે કે ગત એક સદીમાં સોશયલિજ્મ અને કમ્યુનિજ્મને કારણે 10 કરોડ લોકો માર્યા ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયું હતું અને ત્યારે તેમણે ઉદારીકરણની વાત કરી હતી. પરંતુ ગત બે દશકમાં આનાથી વિપરીત થયું છે.

ચીનના કારણે વધી અમેરિકામાં બેરોજગારી

ટ્રમ્પે કારોબાર અસંતુલનને લઈને ચીન પર આકરા વાકપ્રહારો કર્યા છે. ટ્રમ્પે કહ્યુ છે કે ગત એખ દશકમાં કેટલાક દેશોએ ગ્લોબલાઈઝેશનનો ખરાબ રીતે ફાયદો ઉઠાવ્યો છે. આઉટસોર્સિંગને કારણે મિડલ ક્લાસને સમસ્યાઓ ઉઠાવવી પડી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આઉટસોર્સિંગને કારણે લાખો લોકોને અમેરિકામાં નોકરીઓ ગુમાવવી પડી છે. તેમણે કહ્યુ છે કે 2001માં ચીન ડબલ્યૂટીઓમાં સામેલ થયું હતું. ચીને ત્યારે ઉદારીકરણની વાત કહી હતી. પરંતુ બે દશક બાદ આ વાત ખોટી સાબિત થઈ છે. તેના સિવાય તેમણે અમેરિકાની કંપની માઈક્રોન ટેક્નોલોજીને ચીનમા પ્રતિબંધિત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચીનને કારણે અમેરિકામાં 60 હજાર કંપનીઓ બંધ થઈ હોવાનુ પણ ટ્રમ્પે જણાવ્યું છે.

લોકશાહી માટે સાર્વભૌમતા જાળવો, શાંતિ માટે પોતાના દેશને પ્રેમ કરો: ટ્રમ્પ

ટ્રમ્પે ગ્લોબલાઈઝેશનને વીતેલો જમાનો ગણાવતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું હશે. તેમણે કહ્યુ છે કે જો તમે આઝાદી ચાહો છો, તો તમારા દેશ પર ગર્વ કરો. લોકશાહી ચાહો છો, તો સાર્વભૌમતા જાળવી રાખો. શાંતિ ચાહો છો, તો તમારા દેશની સાથે પ્રેમ કરો.

યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે સામેલ થયા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code