- વર્ષ 2012 થી વર્ષ 2016 નો મામલો
- ગેરકાનુની ખનન – CBIના છાપો માર્યા બાદ આરોપીની મુશ્કેલી વધી
- CBIએ 2 ISI અધિકારીઓને આરોપી ગણાવ્યા
- અધિકારીઓના ઘરમાંથી છાપો મારતા 15 લાખ રોકડા મળ્યા હતા
- કેસમાં અન્ય દસ લોકોના નામનો પણ સમાવેશ
- અખિલેશ યાદવના સમયકાળ દરમિયાનની ઘટના
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેર ખોદકામનું કૌંભાડ વર્ષ 2012થી લઈને વર્ષ 2016 વચ્ચે થયું હતું,તે સમયે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર કાર્યરત હ,તી ખનન મંત્રાલયની જવાબદારી અખિલેશ યાદવ પાસે હતી,તે સમયે તેમના પર સતત સવાલો ઉઠવા પામ્યા હતા,કહેવામાં આવી રહ્યું છે કે, 2012થી લઈને વર્ષ 2016 સુધી 22 ટેન્ડર પાસ કરવામાં આવ્યા હતા,જેના પર અનેક સવાલ ઉદભવ્યા છે,આ 22 ટેન્ડરમાંથી 14 ટેન્ડર તો, તે સમયે પાસ કરવામાં આવ્યા હતા જ્યારે ખનન મંત્રાલયમાં અખિલેશ યાદવ કાર્યરત હતા ત્યારે બાકીના મામલાઓ ગાયત્રી પ્રજાપતિના કાર્યકાળ સમયના છે.
સીબીઆઈ એ 30 સપ્ટેમ્બરના રોજ દાખલ કરેલી ફરિયાદ પ્રમાણે બે આઈએસઆઈ અધિકારી, અજય કુમાર સિંહ અને પવન કુમાન સિંહને આરોપી કરાર આપવામાં આવ્યો હતો,આ બન્ને આધિકારીઓ સહારનપુરમાં વર્ષ 2012થી વર્ષ 2016 સુધી જીલ્લા અધિકારીના પદ પર નિમણૂક રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના સહારમપુરમાં થયેલા ખનન ઘોટાળા મામલે સીબીઆઈએ છાપો માર્યો બાદ હવે આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે,સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈડ આ આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈની એફઆઈઆરના આધારે કેસ દાખલ કરી શકે છે.
આક્ષેપ મુજબ તેમના કાર્યકાળ દરમિયાન સહારનપુરમાં ઘણી ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત આ કેસમાં અન્ય 10 લોકોના નામ પણ લેવામાં આવ્યા છે, જેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે કે જેમણે નિયમના વિરુધ્ધ જિલ્લામાં માઇનિંગ લીઝની મંજુરી આપી હતી.
આ કેસમાં 1લી ઓક્ટોબરે છાપો મારવામાં આવ્યો હતો, જેમાં ગુનેગારો આઈએએસ અધિકારી જય કુમાર સિંહના ઘરેથી 15 લાખ જેવી મોટી રકમ મળી આવી હતી,ત્યાર પછી ઉત્તર પ્રદેશની સરકારે બન્ને ગુનેગારોને પોતાના પદ પરથી હટાવ્યા હતા, ત્યારે હવે મામલામાં ઈડી ગુનેગારો સામે ફરિયાદ નોંધીને ફરીથી આ અંગે તપાસ કરશે, જેનાથી ખબર પડશે કે તેઓએ ખરેખર મની લોન્ડ્રિંગ કરી પણ હતી કે નહી.મળતી મહિતી મુજબ ઈડી દ્રારા આ મામલામાં સીબીઆઈ પાસે જરુરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે.તેના આધાર પર હવે કાર્યવાહી કરવામાં આવશે.