1. Home
  2. revoinews
  3. ઉન્નાવ રેપ કેસ: ભાજપે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢયો
ઉન્નાવ રેપ કેસ: ભાજપે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢયો

ઉન્નાવ રેપ કેસ: ભાજપે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢયો

0
Social Share

ભાજપે ઉન્નાવ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે.

આના પહેલા કુલદીપસિંહ સેંગરને ભાજપે સસ્પેન્ડ કર્યો હતો. પરંતુ રેપ પીડિતા સાથે થયેલા સડક અકસ્માત મામલે પ્રવર્તી રહેલી આશંકાઓ વચ્ચે ધારાસભ્ય સેંગરને ભાજપે દરવાજો દેખાડયો છે.

2017ના ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર મુખ્ય આરોપી છે.

ઉન્નાવ રેપ પીડિતાની કારને થયેલા અકસ્માતના મામલામાં તેની સુરક્ષામાં તેનાત બે મહિલા પોલીસકર્મીઓ સહીત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બુધવારે સેંગર અને અન્ય દશ લોકો વિરુદ્ધ સીબીઆઈએ ઉન્નવ રેપ પીડિતાની હત્યાની કોશિશના મામલે ફરિયાદ દાખલ કરી છે. સેંગરની ગત વર્ષ 13મી એપ્રિલે ધરપકડ કરાઈ ત્યારથી તે જેલમમાં છે. સેંગર પર રેપના મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે.

હવે ધારાસભ્ય સામે પીડિતા અને તેના પરિવારને અકસ્માતમાં મારી નાખવાના ષડયંત્રના મામલે એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆરમાં યોગી આદિત્યનાથની કેબિનેટમાં કૃષિ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાનના જમાઈ અરુણ સિંહનું પણ સામેલ છે.

સીબીઆઈએ રાયબરેલી નજીક થયેલા અકસ્માતમાં પીડિતની કાકી અને માસીના મોત, પીડિતા અને તેના વકીલના ગંભીરપણે ઈજાગ્રસ્ત થવાના મામલે 25 લોકો સામે કેસ દાખલ કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code