1. Home
  2. revoinews
  3. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- ‘દિવાળી સુધી આપણે કોરોના પર કાબુ મેળવી લઈશું’
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- ‘દિવાળી સુધી આપણે કોરોના પર કાબુ મેળવી લઈશું’

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- ‘દિવાળી સુધી આપણે કોરોના પર કાબુ મેળવી લઈશું’

0
Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છએ ,ત્યારે દિવાળી આવતા સુધી લોકો કોરોનામાંથી સંપૂર્ણ બહાર નીકળી જાયે તેવી આશા સેવીને બસ્યા છે, ત્યારે આ સમગ્ર બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ કહ્યું  કે, કોરોના વાયરસ આ વર્ષની દિવાળી સુધી મોટા ભાગે નિયંત્રણમાં આવી જશે, અનેક નેતૈઓ અને નાગરીકોે સાથે મળીને કોરોના મહામારી સામે લડવાનું કાર્ય કર્યું છે,તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના કેસ નહોતા આવ્યા તે પહેલાથી જ સ્વાસ્થ્ય અધિકારીઓની બેઠક કરવામાં આવી હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અ વધુમાં જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે એક સમિતિની રચના પણ કીર ચૂક્યા છે, જેનું નેતૃત્વ હું કરી રહ્યો છું અને આજ સુધીમાં અમે 22 વખત મળી ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે ફેબ્રુઆરી સુધીમાં દેશમાં માત્ર એક જ લેબ હતી, જે હવે વધારીને 1,583 કરવામાં આવી છે.જેમાં એક હજારથી વધુ સરકારી લેબનો સમાવેશ થાય છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે દરરોજ આશરે 10 લાખ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે જે અમારા લક્ષ્યથી પણ વધુ છેઠ.

તેમણે પોતાની વાતમાં મેડિકલ ઉપકરણો બાબતે કહ્યું કે, પહેલાની જેમ હવે પીપીઈ કિટ,વેન્ટિલેટર અને એન-95 માસ્કની કોઈ એછત નથી, દેશમાં દરરોજ 5 લાખ પીપીઈ કિટ બનાવવામાં આવી રહી છે, જ્યારે 10 કેપનીઓ એન 95 માસ્ક બનાવાનું કાર્ય કરી રહી છે, તો બીજી તરફ 25 કંપનીઓ વેન્ટિલેટર બનાવવાના કાર્ય પર ધ્યાન આપી રહી છે.

કોરોના વેક્સિન બાબતે તેમણે કહ્યું કે, કોરોના વેક્સિનનું પરિક્ષણન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્રણ રસી તેમની ક્લિનિકલ ટ્રાયલમાં છે જ્યારે ચાર વેક્સિન પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલમાં છે.અમે આશા રાખીએ છીએ કે આ વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જશે.દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અગમચેતીના કારણે જ અમે અહીં સુધી પહોંચવામાં સફળ નિવડ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં હાલ 170 જેટલી કોરોના વેક્સિન પર કાર્ય થઈ રહ્યું છે,વિશ્વ સ્વાસ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વની ઓછામાં ઓછી 30 જેટલી કોરોના વેક્સિન પરિક્ષણના તબક્કામાં પહોંચી ચૂકી છે જેમાં ભારતમાં હાલ ઓક્સફોર્ડ યૂનિવર્સિટિની કોવિશીલ્ડ પરિક્ષણના બીજા તબક્કામાં છે.

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code