નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા પૂર્ણ બજેટમા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફ્યૂલ પર ટેક્સ વધારવાનું એલાન કર્યું છે. તેના પછી પેટ્રોલની કિંમતમાં 2.50 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.30 રૂપિયા પ્રતિ લિટર વધી જશે. સીતારમણે ફ્યૂલ પર બે રૂપિયા પ્રતિ લિટરના દરથી એક્સાઈઝ ડ્યૂટી અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધાર્યો છે. તેનાથી સરકારની આવકમાં 28 હજાર કરોડની વૃદ્ધિ થશે.
ફ્યૂલના બેસ પ્રાઈસ પર કેન્દ્રની એક્સાઈઝ ડ્યૂટી અને સેસ લગાવાયા બાદ વેટ લાગે છે. તેના કારણે પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 2.30 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થશે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.51 રૂપિયા અને મુંબઈમાં 76.15 રૂપિયા હતો. તો દિલ્હીમાં ડીઝલ 64.33 રૂપિયા અને મુંબઈમાં 67.40 રૂપિયા પ્રતિ લિટરના દરે મળી રહ્યું હતું.
તેના સિવાય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ખનીજતેલની આયાત પર એક રૂપિયો પ્રતિ ટનના હિસાબથી આયાત શુલ્ક પણ લગાવ્યું છે. ભારત વર્ષે 22 કરોડ ટન ખનીજતેલની આયાત કરે છે. તેના હિસાબથી સરકારને લગભગ 22 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
હાલમાં સરકાર ખનીજતેલ પર કોઈ કસ્ટમ ડ્યૂટી લાગતી નથી. તેના પર પ્રતિ ટનના હિસાબથી 50 રૂપિયા એનસીસીડી લાગે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટીય ભાષણમાં કહ્યું છે કે ખનીજતેલની કિંમતોમાં ઘટાડો થયો છે. તેના કારણે સેસ અને એક્સાઈઝ ડ્યૂટીની સમીક્ષા કરી શકાય છે. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર બે રૂપિયાના દરથી એક્સાઈઝ ડ્યૂટી અને સેસ વધારવામાં આવશે.
હાલના સમયમાં પેટ્રોલ પર કુલ 17.98 રૂપિયાની કુલ એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. તો ડીઝલ પર કુલ 13.83 રૂપિયા પ્રતિ લિટરના દરથી એક્સાઈઝ ડ્યૂટી લાગુ થાય છે. તેના સિવાય રાજ્યોમાં અલગ-અલગ વેટ લાગે છે. દિલ્હીમાં 27 ટકા વેટ લાગે છે. મુંબઈમાં 26 ટકા વેટ અને 7.12 રૂપિયા વધારાનો ટેક્સ લગાવવામાં આવે છે.