ટ્વિંકલ ખન્ના પર લાગ્યો PMની નકલ કરવાનો આરોપ, યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ, કહ્યું- ‘અક્ષય તારી પત્ની ઇરિટેટ કરી દે છે’
ફિલ્મ એક્ટ્રેસ અને લેખિકા ટ્વિંકલ ખન્ના સામાજિકથી લઇને રાજકીય મુદ્દા સુધીની પોતાની વાતો નિર્ભિકપણે સોશિયલ મીડિયા પર મૂકતી હોય છે. આ વખતે ટ્વિંકલ પોતાના એક ફોટાને કારણે ચર્ચામાં છે. ટ્વિંકલના આ ફોટા પર લોકો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને કમેન્ટ કરી રહ્યા છે.
Folks please sign up-After seeing so many spiritual images in the last few days-I am now starting a series of workshops ‘Meditation Photography-Poses and Angles’ I have a feeling after wedding photography this is going to be the next big thing 🙂 #AJokeADayMayKeepJillSane pic.twitter.com/uYP4FpQvYX
— Twinkle Khanna (@mrsfunnybones) May 20, 2019
હકીકતમાં ટ્વિંકલ ખન્નાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી તસવીર શેર કરી છે. જેમાં તે ધ્યાનની મુદ્રામાં જોવા મળી રહી છે. તસવીર ઉપર તેણે કેપ્શન લખ્યું છે- છેલ્લા કેટલાક દિવસોમાં આટલા બધા આધ્યાત્મિક ફોટાઓ જોયા પછી હું હવે મેડિટેશન ફોટોગ્રાફી, પોઝિઝ એન્ડ એંગલ્સ પર વર્કશોપની એક સીરીઝ શરૂ કરવાની છું. મારું માનવું છે કે વેડિંગ ફોટોગ્રાફી પછી હવે તે ખૂબ પોપ્યુલર થશે. તમે બધા સાઇન અપ કરો.
ટ્વિંકલની પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને જબરદસ્ત ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘જો પહેલા ધ્યાન લગાવ્યું હોત તો કદાચ 1-2 ફિલ્મો હિટ થઈ જાત.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- ‘બિલકુલ, આનાથી તમને મદદ મળશે. સારા રિઝલ્ટ માટે ભગવો પહેરી લો. જય હિંદ.’ એક અન્ય યુઝર લખે છે- ‘ચાલો ટ્વિંકલજી, આનાથી તમારા ઘરે શાંતિ જળવાઇ રહેશે, સારું છે.’ એક યુઝરે અક્ષય કુમારને ટેગ કરીને લખ્યું કે ‘અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ પરંતુ તમારી પત્ની ઇરિટેટ કરી દે છે.’
Majestic and magnificent.
— Narendra Modi (@narendramodi) May 19, 2019
Serene and spiritual.
There is something very special about the Himalayas.
It is always a humbling experience to return to the mountains. pic.twitter.com/o01iPJ5dl3
જણાવી દઇએ કે લોકો ટ્વિંકલ ખન્નાના આ ફોટા અને તેના કેપ્શનને વાંચીને તેનું કનેક્શન પીએમની એ તે તસવીર સાથે જોડી રહ્યા છે જેમાં તેઓ કેદારનાથની ગુફામાં ધ્યાન લગાવતા જોવા મળી રહ્યા છે. ઘણાબધા ટ્વિટર યુઝર્સે ટ્વિંકલને કહ્યું કે તેમણે આ રીતે પીએમની મજાક ન ઉડાવવી જોઈએ.
