ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જીલ્લામાં ગદરા ગામમાં એક 22 વર્ષિય મહિલાને તેના પતિ અને સાસરીવાળાએ મળીને પોતાની 5 વર્ષની પુત્રી સામે જ જીવતી સળગાવી દીધી હતી,આ ઘટનાને અંજામ 16 ઓગસ્ટની સાંજે ભિંગાપુર થાણા વિસ્તારમાં આપવામાં આવ્યો હતો, પિડીતાના પિતા રમઝાન ખાને આરોપ લગાવ્યો છે, કે તેમનો જમાઈ મુંબઈમાં કામ કરે છે,અને તેણે 6 ઓગસ્ટના રોજ પોતાની પુત્રી સઈદાને ફોન પર ટ્રીપલ તલાક આપી હતી,તેમણે વધુંમાં જણાવ્યું કે “સઈદા આ ટ્રીપલ તલાકના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગઈ તો પોલીસે તેને પરત મોકલી દીધી અને પોતાના પતિનો પરત ફરવાનો ઈંતઝાર કરવાનું કહ્યું અને જ્યારે 15 ઓગસ્ટના રોજ તેનો પતિ નફીસ પાછો આવ્યો ત્યારે પોલીસે આ દંપતિને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને બન્નેને સમજાવીને સઈદાને પતિ નફીસ સાથે જ રહેવા માટે જણાવ્યું હતું”
ત્યારે આ બાબતે સઈદાની નાની પૂત્રી ફાતિમાએ પોલીસને જણાવ્યું છે કે “શુક્રવારે બપોરે મારા પિતા જમાઝ પઢવા માટે ગયા હતા ત્યાથી પરત આવીને મારી માતાને કહ્યું કે મે તને તલાક આપી છે એટલે હવે તું ઘર છોડી દે ,આ બાબતે બન્ને વચ્ચે ઝધડો શરુ થયો હતો,ત્યાર બાદ તેના દાદા અજીજુલ્લાહ, દાદી હસીના,અને નણંદ નાદીરા અને ગૂડીયા ત્યા આવ્યા,અને તેના પિતાએ તેની માતા સાથે મારપીટ કરી, નણંદોએ પીડિતા પર કેરોસીન છાંટ્યૂ અને મારા દાદા-દાદીએ મારી માતા પર માચીસ વડે આગ લગાવી દીધી”
આ ઘટના વિશે ખબર પડતા પીડિતા સઈદાનો ભાઈ રફીક પોતાની ભાણજી ફાતિમાને લઈને પોલીસ સ્ટેશન પહોચ્યો અને સમગ્ર ઘટનાની પોલીસમાં જાણ કરી, ત્યાર બાદ પોલીસે સઈદાના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલી આપ્યો,પોલીસે આ મામલામાં શનિવારના રોજ ફરિયાદ નોંધી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી.
શ્રાવસ્તીકે એસપી આશીષ શ્રીવાસ્તવને ટીઓઆઈને જણાવ્યું હતુ કે આરોપીઓ વિરુધ દહેજ ને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, તેમણે વધુમાં કહ્યું કે પિડીતાના પિતા ધ્વારા આપેલા ટ્રીપલ તલાકના બયાનની પમ તપાસ કરવામાં આવશે અને સાથે સાથે પિડીતા પાલીસ સ્ટેળનમાં ફરિયાદ કરવા ગઈ હતી તો તેની ફરિયાદ શા માટે નોંધવામાં ન આવી તે વાતની પણ જીણવટતા પૂર્વક તપાસ હાથ ધરાશે.