1. Home
  2. revoinews
  3. ‘કહો ના પ્યાર હે’ અને ‘ગદર’ જેવી સુપરહિટ ફિલ્મ બાદ બોલિવૂડમાં ખૂબ ઓછી જોવા મળેલી એભિનેત્રી અમિષા પટેલનો આજે 45મો જન્મદિવસ
‘કહો ના પ્યાર હે’ અને ‘ગદર’ જેવી સુપરહિટ ફિલ્મ બાદ બોલિવૂડમાં ખૂબ ઓછી જોવા મળેલી એભિનેત્રી અમિષા પટેલનો આજે 45મો જન્મદિવસ

‘કહો ના પ્યાર હે’ અને ‘ગદર’ જેવી સુપરહિટ ફિલ્મ બાદ બોલિવૂડમાં ખૂબ ઓછી જોવા મળેલી એભિનેત્રી અમિષા પટેલનો આજે 45મો જન્મદિવસ

0
Social Share
  • અમિષા પટેલનો આજે 45મો બર્થડે
  • કહોના પ્યાર હે  અને ગદર જેવી સુપરહિટ ફિલ્મમાં કર્યું છે કામ

અમિષા પટેલનું બોલિવૂડની એક એવી અભિનેત્રી કે જેણે સુપર ડૂપર હિટ ફિલ્મ “કહોના પ્યાર હે” થી વર્ષ 2001 માં  બોલિવૂ[માં એન્ટ્રી કરી હતી, આજ રોજ અમિષા તેનો 45 મો જન્મદિવસ મનાવી રહી છે. અમિષા નો જન્મ 9 જૂન 1976 માં મુંબઇમાં ગુજરાતી પરિવારમાં થયો હતો.

કહોના પ્યાર હે..આ ફિલ્મમાં અમિષાને તેનો રોલ તેના પિતાના કારણે મળ્યો ત્યાર બાદ 2001 માં, તેની ફિલ્મ ‘ગદર’ એ હંગામો મચાવ્યો. અમિષાએ આ ફિલ્મમાં સની દેઓલ સાથે એક સરસ કામ કર્યું હતું. આ ફિલ્મ માટે અમિષાને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.

વર્ષ 2002 માં, અમિષાએ બોબી દેઓલ સાથે ફિલ્મ ‘હમરાજ’ ​​માં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. સતત ત્રણ હિટ ફિલ્મો આપવા છતાં,તે બોલિવૂડમાં પછીથી જોવા મળી નહોતી, તેણે ત્યાર બાદ ખૂબ ઓછી ફિલ્મો કરી અને તેની સફળતા ત્યાજ અટકી ગઈ, આજે તેના જન્મદિવસ પર તેના વિશ્ની કેટલીક ખાસ વાતો પર કરીએ એક નજર.

અમિષાએ આમિર ખાન સાથે વર્ષ 2005 માં ફિલ્મ ‘મંગલ પાંડે’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સારુ પ્રદર્શન કરી શકી નહોતી. વર્ષ 2007 માં, અમિષાએ ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ’માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી. આ પછી, અમિષાએ ભૂલ ભૂલૈયા અને રેસ 2 જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ આ ફિલ્મોમાં સાઈડ રોલના અમિષાને વધારે ઓળખ મળી નહીં. આ સાથે જ તે બિગ બોસની 13 મી સીઝનમાં માલકિન તરીકે પણ જોવા મળી હતી.

અમિષા લગભગ એવી પહેલી અભિનેત્રી બની હશે કે  જેને તેની પહેલી બે ફિલ્મોમાંથી સ્ટારડમ મળ્યો હતો જે ઘણી અભિનેત્રીઓને તેમના જીવનની સમગ્ર કારકિર્દીમાં પણ ન મળે. હવે અમીષા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. જોકે અમિષા ચોક્કસપણે બોલિવૂડમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે યોગ્ય પ્લેટફોર્મ શોધી શકી નથી. ડિરેક્ટર્સ પણ તેને બીજી લીડ અથવા સાઇડ રોલ તરીકે સાઇન કરે છે.

અમીષા આજે ભલે ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય, પરંતુ સોશિયલ મીડિયા  ખૂબ એક્ટિવ રહે છે અને આ પ્લેટફોર્મ પર તેમના ચાહનારાઓની કોઈ કમી જોવા મળતી નથી. ઇંસ્ટાગ્રામ પર અમીશાના લાખોથી  ફોલોઅર્સ કરે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાના  ફોટો શેર કરતી રહે છે, જેને જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code