‘વેઈટર’ અને ‘ડ્રાઈવર’નો સફર ખેડી ‘એક્ટર’ની મંજીલ મેળવનાર રણદીપ હૂડાનો 44મો ‘બર્થ-ડે’ – ફિલ્મ ‘સરબજીત’ એ આપી આગવી ઓળખ
- ફિલ્મ સરબજીત એ રણદિપ હૂડાને બનાવ્યા જાણીતા એક્ટર
- ફિલ્મમાં આવ્યા પહેલા વેટર અને ડ્રાઈવરનું કરતા હતા કામ
- સંધર્ષ અને મહેનતથી એક જાણીતા અભિનેતાની ઓળખ બનાવી
- સરબજીત માટે ઉતાર્યુ હતું 18 કિલો વજન
બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતા એક્ટર રણદિપ હુડાનો આજે 44મો જમ્ન દિવસ છે, તેમનો જન્મ 20 ઓગસ્ટ વર્ષ 1976મા હરિયાણાના રોહતક ગામમાં થયો હતો, આજે આપણે સૌ કોઈ તેમને એક ફેમસ એક્ટર તરીકે જ જોઈ રહ્યા છીએ પરંતુ તેમના સંધર્ષની કહાની ખુબ જ ઓછા લોકો જાણતા હશે, ફિલ્મી દુનિયામાં આવ્યા પહેલા તેમના જીવનમાં અનેક પડકાર હતા, આ તમામ પડકારનો સામનો કરવાના સફરે તેમને આજે એક મોટી ઓળખાણ આપી છે.
ફિલ્મો પહેલા કરતા હતા આ કામ
કહેવાય છે ને કે, સફળતાની સીડી લાબીં હોય છે, લિફ્ટમાં જવાથી સફળતા નથી મળતી, અર્થાત સંઘર્ષ બાદ જ જીવનમાં ઘણું મેળવી શકાય છે તેના માટે શોર્ટકટ નથી હોતો ,આવી જ કઈક લાઈફ છે અભિનેતા રણવીર હૂડાની.
અભિનેતા તો પછી બન્યા પરંતુ તે પહેલા રણદીપ હૂડા એ જુદા જુદા રોલમાં ‘રીયલ લાઈફ’ જીવી છે ત્યાર બાદ તેમને ‘રીલ લાઈફ’માં એન્ટ્રી મળી હતી, તેમણે શરુઆતનું શિક્ષણ સોનીપતની હોસ્ટેલમાં કર્યું ત્યાર બાદ તેઓએ સ્કુલ પ્રોડક્શનમાં એક્ટિંગ શીખવાનું શરુ કર્યું , આગળના અભ્યાસ માટે તેઓએ ઓસ્ટ્રેલિયાના મેલર્બનમાં જવું પડ્યું હતું અહી આવ્યા બાદ તેમણે રિસોર્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી મેળવી હતી. જો કે આ લાંબા સફરને ખેડવા માટે તેમણે એનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
અભિનેતા રણદીપ હૂડાએ એક વાતમાં પોતોની આપવીતી જણાવી હતી તે મુજબ તેઓ જ્યારે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગયા હતા ત્યા તેમણે પોતે પોતાનો ખર્ચ કાઢવા માટે એક રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે પણ કામ કર્યું હતું ત્યાર બાદ બાકીના સમયગાળામાં તેઓ ટેક્સી ચલાવીને એક ડ્રાઈવરની રીયલ લાઈફ જીવતા હતા. રાત-દિવસના સંઘર્ષ બાદ તેમણે આ મુકામ હાસિલ કર્યું છે. આટલા ધડાયા બાદ તેઓ આજે એક ફેમસ એક્ટર તરીકે ઊભરી આવ્યા છે.
રણદીપ હુડાના કરીયરની શરુઆત
રણદીપ ડૂડાએ પોતાના કરીયરની શરુઆત મોડેલિંગ અને થિયેટરના માધ્યમથી થકી કરી હતી, ત્યાર બાદ તેઓને ડાયરેક્ટર મીરા નાયરની ફિલ્મ મોનસુન વેડિંગ ઓફર કરાઈ હતી, આ તેમની ડેબ્યૂ ફિલ્મ હતી ,આ ફિલ્મમાં તેમનો અભિનય તારિફે કાબિલ બન્યો, બસ ત્યારથી તેમના ફિલ્મી સફરની સફળ લાઈફ શરુ થઈ ત્યાર બાદ તેઓ એ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, જન્નત -2 , સરબજીત, સુલ્તાન, સાહિબ બીબી ઓર ગેંગસ્ટર, રંગરસિયા, હાઈવે જેવી ફિલ્મોમાં પોતાનો શાનગાર અભિનય આપ્યો છે,
જો કે વર્ષ 2016મા સરબજીત નામની તેમની ફિલ્મ એ તેમને એક આગવી ઓળખ અપાવી હતી આ ફિલ્મ થકી તેમને એક બ્રેક મળ્યો એમ કહીએ તો ખોટૂ નથી, આમા લીડ રોલ પ્લે કરવો એક ચેલેન્જ હતું જેમાં તેઓ ખરા ઉતર્યા અને દર્શકોએ તેમને પસંદ કર્યા, જો કે આ ફિલ્મ માટે એક બીજો સંઘર્ષ તેમણે કર્યો હતો, તેમણે આ ફિલ્મમાં કામ કરવા માટે 18 કિલો વજન ઓછો કર્યો હતો જે તેમના માટે એક પડકાર હતો.
સાહીન-