- કિસમિસ એક પ્રકારનું ડ્રાય ફ્રુટ છે
- કિસમિસના ઘણા બધા ફાયદા છે
- સેહતને ઘણા લાભ આપે છે કિસમિસ
- મોટી બીમારીઓથી છુટકારો અપાવશે કિસમિસ
આપણે દરેક લોકો જાણીએ છીએ કે કિસમિસ એક પ્રકારનું ડ્રાય ફ્રુટ છે. જે સ્વાદમાં ખૂબ જ મીઠો હોય છે અને મોટાભાગના લોકોને તો કિસમિસનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે કિસમિસ ખાવાના કારણે આપણા સ્વાસ્થ્યને પણ અનેક પ્રકારના ફાયદા થતા હોય છે સાથે સાથે કિસમિસનું સેવન કરવાથી આપણા શરીરની અંદર રહેલા અનેક પ્રકારના રોગો દૂર થઇ જાય છે.
કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે ખાસ કરીને શિયાળામાં તેનું સેવન અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. કારણ કે તેમાં આયર્ન અને ફાઈબર ભરપુર માત્રામાં છે. કિસમિસનો ઉપયોગ મુખ્યત્વે મીઠાઈઓ, ખીર અને અન્ય મીઠી ચીજોને સજાવવા અથવા સ્વાદ વધારવા માટે થાય છે.
કિસમિસ ખાવાની રીત
તેના માટે એક ગ્લાસ પાણીમાં 8 -10 કિસમિસ પલાળીને રાત સુધી મૂકી દો. સવારે તેને ખાલી પેટ પી લો.જો તમારે પાણી નથી પીવું તો કિસમિસને ખાઈ લો અને પાણીને ફેકી દો.
ડાયાબિટીઝમાં ફાયદાકારક
કિસમિસમાં નેચરલ સુગર હોય છે. એવામાં ડાયાબિટીઝના દર્દીઓએ પણ ચિંતા કર્યા વગર તેનું સેવન કરી શકે છે,
ઈમ્યુનિટી સિસ્ટમ મજબુત બંને છે
કિસમિસનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બંને છે. કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી રાખવી ખુબ જ જરૂરી છે.
કેન્સરથી બચાવ
તેમાં કેચિન્સ હોય છે, જે લોહીમાં મળતું પોલિફેનોલિક એન્ટીઓકિસડન્ટ છે. આને કારણે શરીરમાં કેન્સરના કોષો વધતા નથી અને તમે આ જીવલેણ બીમારીથી બચી રહો છો.
લિવર માટે ફાયદાકારક
કિસમિસનું સેવન લિવર માટે પણ ખૂબ ફાયદાકારક છે. કિસમિસનું સેવન કરવાથી લિવર સ્વસ્થ અને ફીટ રહે છે. લિવરના દર્દીઓએ દરરોજ કિસમિસનું સેવન કરવું જોઈએ.
એનીમિયાની સમસ્યામાં ફાયદેમંદ
એનીમિયાના દર્દીઓને દરરોજ કિસમિસનું સેવન કરવું જોઈએ. કિસમિસનું સેવન કરવાથી ખૂનની કમી પણ દૂર થઇ શકે છે.
સારી રીતે ડાઈઝેશન
તેમાં ભરપૂર ફાઇબર હોય છે, જે પેટને સાફ અને પાચનને યોગ્ય રાખે છે. આ સાથે તીવ્ર કબજિયાત પણ સમાપ્ત થાય છે.
_Devanshi