TikTok ના સીઈઓ કેવિન મેયરએ આપ્યું રાજીનામું
- ચીની એપ ટિકટોકને લાગ્યો વધુ એક મોટો ઝટકો
- ટિકટોકના સીઈઓ કેવિન મેયરએ આપ્યું રાજીનામું
- માત્ર 100 દિવસમાં કંપનીને કહી ગુડબાય
વિવાદોમાં ચાલી રહેલી ચીની એપ ટિકટોકને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.. ભારતના બહિષ્કાર અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેવિન મેયરે રાજીનામું આપ્યું છે. એક અખબારના જણાવ્યા મુજબ, જનરલ મેનેજર વનીસા પપાજને તાત્કાલિક અસરથી કંપનીના વચગાળાના સીઈઓ નિમાયા છે.
ડિઝનીના પૂર્વ એક્ઝિક્યુટિવ કેવિન મેયર મે મહિનામાં વિશ્વની સૌથી મોટી શોર્ટ વીડિયો એપમાં જોડાયા હતા. પરંતુ જોડાયાના બરાબર 100 દિવસ પછી તેણે રાજીનામું આપ્યું છે… 6 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને બંધ કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા… અમેરિકાએ બાઇટડાંસ એપ્લિકેશનના અમેરિકી કામગીરી વેચવાનું કહ્યું છે…
ભારતે ટિકટોક સહિત 59 ચીની એપ પર રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ભારતના નિર્ણય બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુએસમાં એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની તેમની ધમકીને તીવ્ર બનાવી દીધી છે. બાદમાં તેણે પેરેન્ટ કંપની બાઇટડાંસને ટિકટોકની અમેરિકન કામગીરી અમેરિકન કંપનીઓને વેચવાની ફરજ પડી. હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટોકના ભવિષ્યને લઈને એક નવા કારોબારી હુકમ પર હસ્તાક્ષર કર્યા છે.
મેયરે કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું કે રાજકીય માહોલ ઝડપથી બદલાયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જેથી તેની પેરેન્ટ કંપની બાઇટડાંસને તેની અમેરિકી કામગીરી 90 દિવસમાં કોઈ અમેરિકન કંપનીને વેચવી પડે. આ આદેશ બાદ મેયરે રાજીનામું આપ્યું હતું.
_Devanshi