- યાસિન મલિક તિહાડ જેલમાં છે બંધ
- જેકેએલએફનો ચીફ છે યાસિન મલિક
- 4 વાયુકર્મીઓની હત્યા, રુબિયા મલિકના અપહરણનો છે આરોપ
તિહાડ જેલમાં બંધ કાશ્મીરી ભાગલાવાદી યાસિન મલિકને જેલ વહીવટી તંત્રે કોર્ટમાં રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે યાસિન મલિક હાલ વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાના આરોપમાં જેલમાં બંધ છે. તેના ઉપર 1989-90માં તત્કાલિન ગૃહ પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદની પુત્રી રુબઈયા સઈદના અપહરણનો મામલો પણ નોંધાયેલો છે. તેને આ મામલામાં આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો. પરંતુ કોર્ટ પ્રશાસને તેને કોર્ટમાં રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.
જેલ વહીવટી તંત્ર તરફથી ટાડાની વિશેષ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ગૃહ મંત્રાલય તરફથી તેમને નિર્દેશ આપવામાં આવ્યા છે કે યાસિન મલિકને દેશની કોઈપણ અદાલતમાં રજૂ કરવામાં આવે નહીં. જો કે જેલ પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે તેઓ યાસિન મલિકને કોર્ટમાંરજૂ કરવા છે. પરંતુ તેને તેઓ ટેલિકોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવા ચાહે છે. યાસિન મલિકની વિરુદ્ધ બંને મામલામાં ટ્રાયલ 11 સપ્ટેમ્બરે શરૂ થઈ છે.
યાસિન મલિકની ટ્રાયલ પર સ્ટે લગાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરની હાઈકોર્ટની સિંગલ જજની બેંચે મલિકની ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી, કારણ કે 1995માં તે સમયે શ્રીનગરમાં કોઈપણ ટાડા કોર્ટ ન હતી.
પરંતુ આ વર્ષે એપ્રિલમાં જસ્ટિસ સંજય ગુપ્તાએ આ આદેશને નામંજૂર કરતા તેને ખોટો ગણાવ્યો હતો. 2008માં યાસિન મલિકે વિશેષ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો,તેમા તેમણે કહ્યુ હતુ કે ટ્રાયલને શ્રીનગરની કોર્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે, કારણ કે તેના કારણથી તેને સુરક્ષાની ઘણી મુશ્કેલી થતી હતી. મહત્વપૂર્ણ છે કે 1990માં હથિયાર છોડતા પહેલા યાસિન મલિક એક ભાગલાવાદી-આતંકી હતો.
યાસિન મલિક પર પહેલો મામલો 25 જાન્યુઆરી-1990ના રોજ શ્રીનગરના રાવલપોડાનો છે. તેના ઉપર આરોપ છે કે તેણે વાયુસેનાના કર્મચારીઓ પર ગોળી ચલાવી હતી. જેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતા. એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી. ચાર વાયુકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ 31 ઓગસ્ટ, 1990ના રોજ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
બીજા મામલામાં મુફ્તિ મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદના અપહરણનો આરોપ યાસિન મલિક પર છે. તેણે પાંચ આતંકીઓની મુક્તિ માટે રુબિયાનું અપહરણ કર્યું હતું.