1. Home
  2. revoinews
  3. અયોધ્યામાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત- વહીવટતંત્ર સતર્ક- લોક મેળાવડા પર રોક
અયોધ્યામાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત- વહીવટતંત્ર સતર્ક- લોક મેળાવડા પર રોક

અયોધ્યામાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત- વહીવટતંત્ર સતર્ક- લોક મેળાવડા પર રોક

0
Social Share
  • 5 ઓગસ્ટના રોજ પીએમ મોદી અયોધ્યામાં આપશે હાજરી
  • ભુમી પૂનજનો સમારોહ વડાપ્રધાનના હસ્તે
  • અયાધ્યામાં વહીવચતંત્ર દ્રારા ચુસ્ત બંદોબસ્ત
  • પ્રોટોકોલનું થઈ રહ્યું છે પાલન

સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે,દરેક લોકો આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈને બેસ્યા છે ત્યારે હવે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 5 ઓગસ્ટના રોજ કરવામાં આવનાર છે,રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ચના રોજ યોજાનારા ભૂમિ પૂજન સમારોહમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપનાર છે,ત્યારે મોદીની ઉપસ્થિતિને લઈને અયોધ્યા શહેરમાં વહીવટતંત્ર દ્રારા તમામ પ્રોટોકોલનું પાલન કરવામામં આવી રહ્યું છે.કોરોના વાયરસે લઈને વહીવટતંત્ર વધુ સતર્ક છે,

આ સમગ્ર બાબતે ડીઆઈજી દ્રારા જણાવવામાં આવ્યું છે કે,પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને તમામ એજન્સીઓ સાથે એક બેઠક યોજવામાં આવી છે,સુરક્ષા બાબતે સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે,સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત કરવામાં આવી ચૂક્યા છે,આ સાથે જ 5 ઓગસ્ટના રોજ 5 થી વધુ લોકોના મળવા પર વહીવટતંત્ર દ્રારા પાબંધી લાદવામાં આવી છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ,જેટલા પણ મુખ્ય મહેમાનો આગમન કરવાના છે તેમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે,સુરક્ષાને લઈને અમે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે,મહેમાન,વીવીઆઈપી કે અયોધ્યાવાસીઓ તમામની સુરક્ષા અમારી પ્રથમ જવાબદારી રહેશે.

પ્રધાનમંત્રી મોદીના 5 ઓગસ્ટના રોજ આગમનને પગલે અયોધ્યામાં સુચ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તો સાથે-સાથે અયોધ્યાને ચારે બાજુથી સીલ કરવાની તૈયારીઓ થઈ રહી છે,અયોધ્યા સહિત ફૈઝાબાદ શહેરમાં પ્રવેશના તમામ રસ્તાઓ પર નજર રાખવામાં આવી રહી છે,ભુમી પૂજનના મુખ્યકાર્યક્રમની સાંજ પહેલા કોઈ પણ વ્યક્તિને અયોધ્યામાં પ્રવેશ આપવામાં આવશે નહી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કોરોના વાયરસ મહામારીને જોતા 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભીડ ન જમા થયા તેવી અપીલ કરવામાં આવી છે, રાજ્ય સરકાર કોવિડ-19ને લઈને 5 ઓગસ્ટના રોજ મોટા પાયે નિયમોનું પાલન કરવાના આયોજનમાં જોતરાયા છે,આ માટે મુખ્યમંત્રીએ ભુમી પૂજનના દરમિયાન કોવિડ-19 અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને આ અપીલ કરવામાં આવી રહી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code