1. Home
  2. revoinews
  3. ટાઇગર શ્રોફની હીરોપંતી 2 માં જોવા મળશે આ એક્ટ્રેસ
ટાઇગર શ્રોફની હીરોપંતી 2 માં જોવા મળશે આ એક્ટ્રેસ

ટાઇગર શ્રોફની હીરોપંતી 2 માં જોવા મળશે આ એક્ટ્રેસ

0
Social Share
  • તારા ફરી ટાઇગર સાથે મોટા પડદા પર જોવા મળશે
  • તારાએ આ અંગેની માહિતી ખુદ સોશિયલ મીડિયા પર આપી
  • બંનેએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં સાથે કર્યું હતું કામ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા હવે પછી અભિનેતા ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ હીરોપંતીના બીજા ભાગમાં જોવા મળશે. તારાએ તેની માહિતી ખુદ સોશિયલ મીડિયા પર આપી છે. બંનેએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં સાથે કામ કર્યું હતું.

તારાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “તેના ફેવરિટ્સ સાથે રિયૂનાઇટ. મારા પર વિશ્વાસ કરવા બદલ સાજિદ સરનો આભાર. ‘હીરોપંતી 2′ ‘જ્યાં હું કામ કરવા જઈ રહી છું, મારા જન્મદિવસના મહિનાની આનાથી વધુ સારી શરૂઆત બીજી કોઈ ના હોય.”

આ સાથે જ, તારા સુતારિયા પણ નિર્માતાની આગામી ફિલ્મનો એક ભાગ છે, જેમાં તે અહાન શેટ્ટી સાથે જોવા મળશે.

પ્રોડક્શન હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ” સાજિદ સર એ અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મમાં તારાના કેટલાક સીન જોયા હતા અને તેમના શાનદાર અભિનયથી તેનું દિલ જીતી લીધું હતું. તે એક ઉત્તમ અભિનેત્રી છે. જે ટાઇગર શ્રોફની સાથે હીરોપંતી 2 માં ભૂમિકા માટે એક પરફેકટ મેચ થશે.

તારા સુતારિયા અને ટાઇગર શ્રોફ બે વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. આ વર્ષની શરૂઆતમાં નિર્માતા સાજિદ નડિયાદવાલાએ હીરોપંતી 2 ની જાહેરાત કરી હતી અને એક્શન ફ્રેન્ચાઇઝના બીજા હપતા સાથે, નિર્માતા સાજીદ નડિયાદવાલાએ આ ફ્રેન્ચાઇઝને સ્કેલ, એક્શન અને અન્ય તમામ પાસાઓની દ્રષ્ટિએ આગલા સ્તર પર લેવાની યોજના બનાવી છે.

હીરોપંતી 2 નું દિગ્દર્શન અહમદ ખાન કરશે, જેણે આ પહેલા બાગી ફ્રેન્ચાઇઝથી બાગી 2 અને બાગી 3 નું દિગ્દર્શિત કર્યું હતું.

_Devanshi

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code