- મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ ક્લિન ઈન્ડિયા
- પીએમ મોદીએ શરૂ કર્યું હતું સ્વચ્છ ભારત અભિયાન
- યે દેશ હૈ તેરા તો થૂક મત- વીડિયો થયો વાઈરલ

મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનની અસર હવે દેશમાં જોવા મળી રહી છે. આ રાષ્ટ્રીય સ્તરના અભિયાનનો ઉદેશ્ય ગલીઓ, સડકોને સ્વચ્છ કરવી અને કચરો દૂર કરવાનું છે, જે ઘણી હદ સુધી કામિયાબ પણ રહ્યું છે.
સ્વચ્છ ભારત અભિયાનની તર્જ પર એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જે સોશયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના નેતા તેજિન્દરપાલ સિંહ બગ્ગાએ ટ્વિટર પર આ વીડિયોને શેયર કર્યો છે, તેના બોલ છે- યે દેશ હૈ તેરા તો થૂક મત. ગીતનું રેમ્પ ઘણું રસપ્રદ છે, જે ખૂબ પસંદ કરાઈ રહ્યું છે.
How's the Song ? #ThukMat pic.twitter.com/mEQFYGvyqT
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) October 1, 2019
આ વીડિયોએ સોશયલ મીડિયા પર થોડાક સમયગાળામાં તહેલકો મચાવી દીધો છે. અત્યાર સુધીમાં હજારો લોકો શેયર કરી ચુક્યા છે. એટલું જ નહીં, ટ્વિટર #ThukMat ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યાં લોકો આ મુહિમમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.
