સોનિયા ગાંધીએ પી. સી. ચાકોને મોકલી નોટ, કહ્યું- Come up with New ideas

  • દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો મામલો
  • સોનિયા ગાંધીની પી. સી. ચાકોને નોટ
  • સોનિયા ગાંધીએ કહ્યું, Come up with New ideas

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી. સી. ચાકોને નોટ મોકલી છે. ચોકાને મોકલવામાં આવેલી નોટમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે Come up with New ideas. તાજેતરમાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટવા માટે પ્રભારી પી. સી. ચાકો અને કોંગ્રેસના અન્ય નેતાઓએ મળીને એક નામ પર સંમતિ વ્યક્ત કરી હતી. તેને લઈને તેમણે સોનિયા ગાંધી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ કોઈ આખરી નિર્ણય થઈ શક્યો ન હતો.

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે શત્રુઘ્નસિંહા અને કીર્તિ આઝાદના નામને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ તેમના નામો પર સંમતિ સધાઈ ન હતી.

સોનિયા ગાંધી ફરી એકવાર ચર્ચા ઈચ્છી રહ્યા છે, જેથી કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકાય. તેના માટે ચાકોએ ક્હ્યુ છે કે નવા સૂચનની સાથે મને આવીને મળો.

મહત્વપૂર્ણ છે કે શિલા દિક્ષિતના નિધન બાદ દિલ્હી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી છે. કોંગ્રેસ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવા ચાહે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular