1. Home
  2. revoinews
  3. અગર ખો ગયા એક નશેમન તો ક્યા ગમ, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ
અગર ખો ગયા એક નશેમન તો ક્યા ગમ, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ

અગર ખો ગયા એક નશેમન તો ક્યા ગમ, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ

0
Social Share

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લેન્ડિંગને લઈને હજી સુધી કંઈ સ્પષ્ટ નથી. ચંદ્રની બેહદ નજીક આવીને વિક્રમ લેન્ડરનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટતાની સાથે જ ઈસરોમાં બેચેની છવાઈ ગઈ છે. જો કે હજી આશા ખતમ થઈ નથી અને બની શકે કે બાદમાં લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય.

મહત્વપૂર્ણ છે કે ભારત કામિયાબ થાય છે, તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચંદ્ર પર કોઈ અંતરીક્ષ યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવનારો ચોથો દેશ બની જશે, કારણ કે હજી આશા સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી અને બની શકે છે કે બાદમાં લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય. આવો જાણીએ અભૂતપૂર્વ સફળતા સુધી પહોંચતા પહેલા ઈસરોના ક્યાં-ક્યાં સ્પેસક્રાફ્ટ મિશન નિષ્ફળ ગયા છે.

યાદ રાખો નિષ્ફળતા કોઈપણ સંકલ્પની સમાપ્તિ નથી, સંકલ્પની દ્રઢતામાં વધારો કરે છે દરેક નિષ્ફળતા, તથા ઈસરોની અભૂતપૂર્વ સફળતાથી મોટું ઉદાહરણ હાલના સમયમાં આના માટે ઉપલબ્ધ નથી.

ક્યાં સ્પેસક્રાફ્ટ મિશન થયા છે નિષ્ફળ?

રોહિની ટેક્નોલોજી પેલોડ (RTP) એક 35 કિલોગ્રામનો પ્રાયોગિક ઉપગ્રહ હતો. આ ઉપગ્રહને 10 ઓગસ્ટ-1979ના રોજ SHAR કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહને ઈચ્છિત કક્ષામાં મૂકી શકાયો ન હતો.

ઈન્સેટ–1Aને 10 એપ્રિલ-1982માં ડેલ્ટા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર-1983માં તેનું એટીટ્યૂડ કંટ્રોલ પ્રોપેલેન્ટ નબળું પડી ગયું હતું, તેના કારણે તે મિશનને બંધ કરવું પડયું હતું.

SROSS-1ને 24 માર્ચ-1987ના રોજ ASLVની બીજી ડેવલોપમેન્ટલ ફ્લાઈટમાં લોન્ચ કરવામાં આવ્યો. SROSS–1 ઉપગ્રહ કક્ષા સુધી પહોંચી શક્યો નહીં.

SROSS–2ને 13 જુલાઈ 1988ના રોજ એએસએલવીની બીજી ડેવલોપમેન્ટલ ફ્લાઈટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

ઈન્સેન્ટ-1Cને 22 જુલાઈ-1988ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મિશનને સંપૂર્ણપણે નિષ્ફળ કહી શકાય નહીં. 6સી-બેન્ડ ટ્રાન્સપોંડર અને 2 એસ-બેન્ડ ટ્રાન્સપોંડર ગુમાવી દીધા હતા. પરંતુ હવામાન સંબંધિત તસવીરો અને ડેટા સંગ્રહણ સિસ્ટમ યોગ્ય રીતે ચાલ રહી હતી.

IRS–1Eને 20 સપ્ટેમ્બર-1993ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. IRS–1E પીએસએલવીની પહેલી ડેવલોપમેન્ટ ફ્લાઈટ હતી. પીએસએલવી-ડી-1 દ્વારા પ્રક્ષેપિત IRS–1E ઉપગ્રહને કક્ષમાં મૂકી શકાયો નહીં. લોન્ચિંગ વ્હીકલમાં થયેલી સમસ્યાઓને કારણે આ મિશન સફળ થઈ શક્યું નહીં.

INSAT–2D, INSAT –2C જેવું જ હતું. આ ઉપગ્રહ 4 જૂન-1997ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ ઉપગ્રહે 4 ઓક્ટોબર-1997 બાદથી કામ કરવાનું બંધ કર્યું હતું.

ઈન્સેટ-4Cને 10 જુલાઈ-2006ના રોજ સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર(SHAR) શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV–F2 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે GSLV–F2 લોન્ચ વ્હીકલ મિશન પૂર્ણ નહીં થઈ શકવાને કારણે ઈન્સેટ-4Cનું મિશન પણ અસફળ થઈ ગયું.

GSAT–4ને 15 એપ્રિલ-2010ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે 19મી જિયો-સ્ટેશનરી અને GSAT શ્રેણીનો ચોથો ઉપગ્રહ હતો. GSAT–4 મૂળભૂત રીતે એક પ્રયોગાત્મક ઉપગ્રહ હતો. તેને કક્ષામાં સ્થાપિત કરી શકાયો ન હતો. તેનું લોન્ચ વ્હીકલ GSLV–D3 મિશન પૂર્ણ કરી શક્યું નહીં.

GSAT–5P 25 ડિસેમ્બર-2010ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. જીસેટ શ્રેણીનો પાંચમો ઉપગ્રહ હતો GSAT–5P . તેને કક્ષામાં સ્થાપિત કરી શકાયો નહીં. લોન્ચ વ્હીકલ  GSLV–F6 મિશન પૂર્ણ કરી શક્યું નહીં અને તેના કારણે મિશન અસફળ  રહ્યું હતું.

IRNSS–1Hને 31 ઓગસ્ટ,2017ના રોજ લોન્ચ કરવાનો હતો. તેને PSLV-C39 દ્વારા પ્રક્ષેપિત કરવાનો હતો. જો કે PSLV-C39ની સાથે આ મિશન પણ અસફળ થઈ ગયું હતું.

પીએમ મોદીની વાત સાચી છે કે ઈસરોના વૈજ્ઞાનિકો માખણ પર નહીં, પણ પથ્થર પર રેખા ખેંચનારા છે. આ વાત ઈસરોના સફળ મિશનોની સિદ્ધિઓથી સાબિત પણ થાય છે. જો કે આવી જ્વલંત સફળતાની પાછળ ઈસરોની મોટી અસફળતાઓની વિરાટ ભૂમિકા રહેલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code