- દહીં ને અમૃત સમાન માનવામાં આવે છે
- દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન મળી આવે છે
- દૂધ કરતાં દહીં આરોગ્ય માટે વધારે ફાયદાકારક
જમવામાં દહીં નો હોય તો જમવાની શું મજા. લોકો નિયમિત રૂપે ભોજન માં દહીનું સેવન કરતા હોય છે.દહીં ને અમૃત સમાન માનવામાં આવે છે કેમકે તેનાથી શરીર માં શક્તિ નો સંચાર થાય છે તેમજ શરીર ને ઠંડક આપવાની સાથે તેમાં રહેલ તત્વો પર્યાપ્ત માત્રા માં હોવાથી તે શરીર ને લાભ આપે છે.
દહીંનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ધણું ફાયદાકારક માનવામાં આવે છે. વડીલોથી માંડીને બાળકો સુધી દહીંને કોઈપણ સ્વરૂપમાં પસંદ કરવામાં આવે છે. દહીં એ ભારતીય થાળીનો મહત્વપૂર્ણ ભાગ છે. થાળીમાં દહીં રાખવાનો અર્થ એ છે કે તમારી થાળી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન જોવા મળે છે. દૂધ કરતાં દહીં સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે. આ સિવાય દહીંમાં પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ મળી આવે છે. તો ચાલો તમને જણાવીએ કે દહીં તમારા શરીર માટે કેટલું ફાયદાકારક છે.
રોગ પ્રતિકારક શક્તિ માટે
દરરોજ એક ચમચી દહીં ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હીંમાં સારી માત્રા માં મિનરલ્સ, વિટામીન, કેલ્શિયમ તેમજ સારા બેક્ટેરિયા નું પ્રમાણ વધારે હોય છે
દાંત માટે ફાયદાકારક
દહીં દાંત માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે હાડકાંને મજબૂત કરવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ઓસ્ટિઓપોરોસિસ અને સંધિવાને દૂર કરવા માટે કામ કરે છે.
સ્વસ્થ હૃદય
દરરોજ આહારમાં દહીંનો સમાવેશ કરવાથી તમારું હૃદય મજબૂત રહેશે અને તમને અનેક રોગોથી બચાવશે. કારણ કે હાઈ કોલેસ્ટરોલ લોહીના પ્રવાહને અસર કરે છે અને વ્યક્તિને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક થવાનું જોખમ રહેલું છે. આ સ્થિતિમાં ફેટ મુકત દહીં લોહીમાં બનતા કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ દૂર રાખે છે. દહીં ખાવાથી હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની બીમારીઓ થતી નથી.
વજન ઘટાડવામાં અસરકારક
દહીંમાં પુષ્કળ કેલ્શિયમ મળી આવે છે. તે આવા તત્વ છે જે શરીરને ફૂલવા દેતા નથી અને વજન ન વધારવામાં મદદ કરે છે.
તણાવ ઓછું કરવામાં મદદગાર
દહીં ખાવાનો સીધો સંબંધ મગજ સાથે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો દહીંનું સેવન કરે છે તેમને તણાવની ફરિયાદ ખૂબ ઓછી હોય છે. આથી જ નિષ્ણાતો દરરોજ દહીં ખાવાની સલાહ આપે છે.
ઉર્જા માટે લાભદાયક
જો તમે ખૂબ થાક અનુભવી રહ્યા છો, તો તમારા માટે દરરોજ દહીંનું સેવન કરવું સારું રહેશે. તે શરીરને હાઇડ્રેટ કરીને એક નવી ઉર્જા આપવાનું કામ કરે છે.
લૂ માટેનું રામબાણ ઈલાજ
ગરમીની ઋતુમાં લૂ લાગવી અને શરીરમાં પાણીનો અભાવ હોવો ખૂબ સામાન્ય વાત છે. એ માટે ઉનાળામાં બહાર જતા પહેલા અને બહારથી આવ્યાં બાદ એક ગ્લાસ છાશમાં જીરુંનો પાઉડર અને થોડુંક કાળું મીઠું નાખીને પીવું. તેનાથી તમને લૂ સ્પર્શ પણ કરશે નહીં અને તમારી બોડી હીટ પણ ઓછી થશે.
દેવાંશી-