બોયકોટ ચાઈનાનો સંદેશ આપતી વિશ્વપ્રખ્યાત બનારસી સાડી, વેપારીઓનો પણ અનોખો છે અંદાજ
અમદાવાદ: ભારતમાં ચાઈના વિરુદ્ધનું વાતાવરણ એવી રીતે પ્રસરી ગયું છે કે તમામ સ્થળો પર અને દરેક વેપારમાં શક્ય હોય એટલું લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરતા થયા છે. બનારસમાં પણ આવું જ વાતાવરણ છે અને ત્યાંના વેપારીઓએ આ વર્ષે સ્વતંત્રતા દિવસ માટે ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઈનમાં અને બાયકોટ ચાઈનાનો સંદેશ આપતી સાડી બનાવી છે.
હાલ બનારસના બજારમાં તો આ સાડી લોકો માટે આકર્ષનું કેન્દ્ર બની જ છે પણ વિશ્વમાં પણ આ બાબતે નોંધ લેવાઈ રહી છે. ભારતમાં જુદા જુદા તહેવારોમાં વિશિષ્ટ પોશાકોનું પણ ખાસ મહત્વ છે. અગલ તહેવારોએ પણ અલગ પોશાકો પહેરવામાં આવે છે. પાછું વિસ્તારે વિસ્તારે પોશાકો પણ બદલાય છે. તેવી જ રીતે બનારસમાં મળતી રેશમનાં દોરાઓથી બનેલી બનારસી સાડી દુનિયાભરમાં પ્રખ્યાત છે.
આ સાડીની ખાસીયત એવી છે કે સાડી પર જય હિંદ અને જય ભારત લખેલું છે જે કોઈના પણ મનમાં દેશપ્રેમ જગાડે છે. આ સાડીમાં વપરાયેલુ દરેક મટિરિયલ ભારતમાં બનેલું છે તેમાં ભારતીય કાતણ, ભારતીય ટીસ્યૂ અને સોનેરી જરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બધુ જ ભારતમાં જ બનાવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ બાબતે વેપારીઓનો અલગ જ અંદાજ સામે આવ્યો છે. વેપારીઓએ આ બાબતે કહ્યું કે આ સાડીને બનાવવામાં 1 મહિનાનો સમય લાગે છે અને તેનીં કિંમત 10 હજાર રૂપિયા છે. વેપારીઓની મહાન વાત એ છે કે આ સાડીમાં મળતો નફો તેઓ દેશસેવા માટે આપી દે છે મત્લબ કે તેઓ પીએમ કેર ફંડમાં રૂપિયા દાન કરે છે જેથી દેશના નિર્માણમાં અને દેશને મદદમાં તેમનું ખાસ યોગદાન આપી રહ્યા છે.