Site icon hindi.revoi.in

કોરોના મહામારીમાં જામનગરની મહિલાઓએ ગૌમુત્રમાંથી બનાવ્યું નેચરલ સેનિટાઈઝર

Social Share

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સેનિટાઈઝર હવે લોકો માટે જીવનજરૂરી બની ગયું છે. કેમિકલ અને આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના વપરાશથી હાથમાં એલર્જી સહિતની સમસ્યા થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જામનગરની મહિલા સહકારી મંડળીએ  આલ્કોહોલ મુક્ત ગૌમુત્રની મદદથી નેચરલ સેનિટાઈઝર બનાવ્યું છે.

જામનગરમાં મહિલા સહકારી મંડળીની બહેનો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કેમિકલ અને આલ્કોહોલ વગરનું નેચરલ સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે. આ સહકારી મંડળીની બહેનો છેલ્લા 17 વર્ષથી લાલપુર તાલુકાના ઇશ્વરિયા ગામમાં ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ બનાવે છે. જેમાં કૃષિ ક્ષેત્રની પ્રોડક્ટ, હ્યુમન પ્રોડક્ટ તેમજ ઘરગથ્થુ પ્રોડક્ટ અને ઔષધીઓનો પણ સમાવેશ થાય છે. સંસ્થાની બહેનોએ દેશી ગાયના ગૌમૂત્રમાંથી આલ્કોહોલના ઉપયોગ વગર સેનિટાઈઝર બનાવ્યું છે. આ સેનિટાઈઝર કોરોના સામે રક્ષણ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. તે હાથને પણ રોગમુક્ત કરે છે અને શરીરની અંદર પણ જાય તો તેની અસર માનવીઓને નુકસાન નહીં કરતુ હોવાનો સંસ્થાએ દાવો કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે રાજ્યમાં સેનિટાઈઝરના વપરાશમાં વધારો થયો છે. ત્યારે જામનગરની મહિલાઓએ ગૌમૂત્રમાંથી સેનિટાઝર બનાવીને અનોખી પહેલ કરી છે.

Exit mobile version